વિરપુર તાલુકાના બોર ગામના ૪૮ વર્ષીય આધેડનો તળાવમાં પગ લપસતાં મોત…
બોર ડાભીયાના મુવાડાના ૪૮ વર્ષીય આધેડ અલું તળાવમાં ડૂબતા મોત...
પોલીસ અને સ્થાનિકોની મદદથી મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડાયો...
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના બોર ગામના ૪૮ વર્ષીય વ્યક્તિનુ અલું તળાવમાં પાણી લેવા જતા સમયે પગ લપસી જતાં ડુબી જવાથી મોત નીપજયું છે ત્યારે વિરપુર પોલીસ દ્વારા મળતી વિગતો અનુસાર વિરપુર તાલુકાના બોર ગામના ૪૮ વર્ષીય પર્વતભાઇ મોતીભાઈ પરમાર રહે બોર તા- વિરપુર ના રહીસ જેઓ કુદરતી હાજતે જવા નિકળ્યા હતા તે સમયે ગામના જ અલુજીના તળાવમાં પાણી લેવા માટે ઉતર્યા હતા જે દરમ્યાન પર્વતભાઇનો આકસ્મિક રીતે પગ લપસી જતાં તળાવમાં ગરકાવ થઈ ગયા હતા જોકે ઘટનાની જાણ થતાં લોકટોળા તળાવ પર ઉમટી પડ્યા હતા જોકે વિરપુર પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારે ભારે જહેમત બાદ પોલીસ અને સ્થાનીકોની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો હતો અચાનક જ પર્વતભાઇના મોતના સમાચારથી ગામમાં તેમજ પરીવારમા શોકનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે હાલતો પોલીસે મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.