ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે રજીસ્ટ્રાર મયંક સોનીએ ત્રિરંગો લહેરાવી યુનિ. પરિવાર સાથે ગણતંત્ર દિવસની કરી ઉજવણી
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે રજીસ્ટ્રાર મયંક સોનીએ ત્રિરંગો લહેરાવી યુનિ. પરિવાર સાથે ગણતંત્ર દિવસની કરી ઉજવણીસુવર્ણ ચંદ્રક વિજેતા રમતવીર શાહનવાજ વાઝા અને શ્રેષ્ઠ સિધ્ધી પ્રાત કર્મવિરોનું કરાયુ બહુમાન ૨૬, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. પરિવાર દ્વારા આજે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી રજીસ્ટ્રાર શ્રી મયંક સોની દ્વારા ત્રિરંગાને લહેરાવી કરવામાં આવી હતી. આ તકે સ્ટાફ પરિવારને સંદેશો પાઠવતા રજીસ્ટ્રાર શ્રી મયંક સોનીએ જણાવ્યુ હતુ કે આપણો દેશ ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયો હતો. દેશનું કાયમી બંધારણ ના હોવાથી ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણની રચના માટે ડો. બાબા સાહેબ આંબેડકરનાં વડપણ હેઠળ એક મુસદ્દા સમિતિનું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યો. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,૩૦૮ સભ્યની બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, એટલે કે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ થી ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૈા સાથી કર્મયોગીઓને શુભકામનાં પાઠવતા ડો. મયંક સોનીએ જણાવ્યુ હતુ કે વ્યક્તિત્વનો પૂર્ણ રીતે વિકાસ ત્યારે જ થાય છે જ્યારે આત્મશ્રદ્ધા, આત્મવિશ્વાસ, આત્મજ્ઞાન, આત્મબળ, સ્વવિવેક, સ્વયંશિસ્ત, આત્મસૂઝ સોળે કળાએ વિકસે, જીવનની સફળતા માટે આ બાબતો ખૂબ જ મહત્ત્વની અને પાયાની છે. દિવ્યગુણોનો વિકાસ થતાં વ્યક્તિની બધી જ પ્રવૃત્તિઓમાં નવી આભા અને પ્રતિભાની આગવી ઝલક જોવા મળે છે. બધાં જ ક્ષેત્રે સફળતા આવી વ્યક્તિનાં ચરણ ચૂમે છે. પરિણામે વ્યકત્વની ખ્યાતિ ઝડપભેર વધતી જાય છે. પરિવારમાં એક વિશિષ્ટ સુલેહ અને સંપ જોવા મળે છે. સુખ-શાંતિનું એક અનોખું વાતાવરણજોવામળેછે.જેનીસુવાસમિત્ર-સંબંધીઓ,સમાજમાં ઉત્તરોત્તર પ્રસરતી રહે છે, સૈા સાથી કર્મચારી અને અધિકારી વર્ગને સ્વચ્છતા, પર્યાવરણ સંવર્ધન અને નવિ શિક્ષણાનીતિનાં નવા આયામો સર કરવા તેમજ નેક દ્વારા યુનિ. શ્રેષ્ઠ ગુણાંક હાંસલ કરે તે દિશામાં પ્રયાસરત રહેવા અનુરોધ કર્યો હતો. આ તકે યુનિ.નાં વિભાગિય વડા ડો. ફિરોઝ શેખ, ડો. ભાવસિંહ ડોડીયા, ડો. જયસિંહ ઝાલા, ડો. દિલસુખ સુખડીયા, ડો. ઓમ જોષી, ડો. વિશાલ જોષી, ડો. રૂપલ ડાંગર, ડો. રાજેશ રવિયા, ડો. નિશીથ ધારૈયા, પોલીટેકનીકનાં આચાર્ય પરમાર અને સ્ટાફ, મિડીયા સેલનાં અશ્વિન પટેલ, રમત ગમત સેલનાં સલીમ સીડા, બાંધકામ સેલનાં સમ્રાટભાઇ, નાથાભાઇ સોલંકી, ડો. જીતુભાઇ ભાલોડીયા, ડો. વ્યાસ, સહિત યુનિ.નાં વિવિધ વિભાગનાં અધિકારી કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુચારૂ સંચાલન ડો. ઋષીરાજ ઉપાધ્યાએ સંભાળ્યુ હતુ.
રિપોર્ટ અસ્વિન પટેલ જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
