ઉત્તર પ્રદેશના રાજકરણમાં નવું ગઠબંધન ? ઓપી રાજભરની ઓફર પર BSP નેતાએ આપ્યો આ જવાબ
- કેટલાક તકવાદી લોકો બહેનના નામના આધારે પોતાની રાજકીય દુકાન ચલાવવાનો પ્રયત્ન કરે છેઃ આકાશ આનંદલખનૌ, તા. 26 જુલાઈ 2022, મંગળવારસુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભરેએ સમાજવાદી પાર્ટી (SP) સાથેનું જોડાણ તોડીને બહુજન સમાજવાદી પાર્ટી (BSP)સાથે સંબંધ વધારવાના પ્રયત્નો વચ્ચે BSPના રાષ્ટ્રીય સંયોજક આકાશ આનંદે સોમવારના રોજ તેમને ટોણો માર્યો હતો. આકાશ આનંદે કહ્યું હતું કે, આવા સ્વાર્થી લોકોથી સાવધાન રહેવાની જરૂરિયાત છે. આનંદે સોમવારના રોજ પોતાની એક ટ્વિટમાં કોઈના પણ નામનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું હતું કે, 'BSPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી માયાવતીના શાસન, વહીવટ અને અનુશાસનની આખી દુનિયા પ્રસંશા કરે છે. જો કે કેટલાક તકવાદી લોકો બહેનના નામના આધારે પોતાની રાજકીય દુકાન ચલાવવાનો પ્રયત્ન કરે છે. આવા સ્વાર્થી લોકોથી સાવધાન રહેવાની જરૂર છે.' આનંદનુ આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઓમ પ્રકાશ રાજભરે BSP સાથે હાથ મિલાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. તેમણે ગુરૂવારના રોજ જૌનપુરમાં કહ્યું હતું કે તેમનું વ્યક્તિગત રીતે માનવું છે કે, હવે BSP સાથે જોડાવું જોઈએ.રાજભરેની પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં અગાઉની ચૂંટણી સમાજવાદી પાર્ટી સાથે જોડાઈને લડી હતી અને 6 સીટો ઉપર જીત મેળવી હતી. રાજભરેએ વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી BJP સાથે મળીને લડી હતી અને તેમની પાર્ટી સરકારમાં સામેલ પણ થઈ હતી. આ પાર્ટી મુખ્યમંત્રી આદિત્યનાથ સાથે મતભેદોના કારણે સરકારથી અલગ થઈ ગઈ હતી. આ સિવાય તેને SP સાથે પણ પોતાનું ગઠબંધન તોડી દીધું હતુ અને BSP સાથે જોડાણ કરવાની ઈચ્છા જાહેર કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.