નંદનવન સોસાયટી ગોધરામાં બાલિકા પૂજન નો કાર્યક્રમ યોજાયો
ગોધરા
નવરાત્રી ના પવિત્ર પર્વ માં કુંવારીકાઓના પૂજનનું આગવું મહત્વ રહેલું હોય છે ત્યારે "એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા"ના શેરી ગરબા સંવર્ધન સમિતિના આશિત ભટ્ટ સહિતના આગેવાનોએ ગોધરાની નંદનવન સોસાયટીમાં પધારી સોસાયટીની દસ વર્ષથી નીચેની 22 બાલિકાઓનું પૂજન કર્યું હતું. સોસાયટીના ભાઈ બહેનો દ્વારા બાલિકાઓને ખુરશી પર બેસાડી પગ ધોઈ કુમકુમ તિલક કરી નાની મોટી ચીજ વસ્તુઓની ભેટ ધરી સાક્ષાત માતાજીની પૂજા કરી હોય તેવો અનુભવ સોસાયટીના સભ્યોએ મેળવ્યો હતો. તમામ બાલિકાઓ પણ ખુશખુશાલ મુદ્રામાં નજરે પડી હતી. સોસાયટીના યુવા ભાઈ બહેનોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ અંગે આશીત ભટ્ટે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વારંવાર બનતી દુષ્કર્મની ઘટનાઓને આધ્યાત્મિકતા દ્વારા રોકવાનો આ એક નવતર પ્રયોગ છે. સમાજનું, ખાસ કરીને પુરુષનું બાળકીઓ પ્રત્યે... દીકરીઓ પ્રત્યેનું વર્તન બદલાય અને દીકરીઓમાં માતાના સ્વરૂપનું દર્શન કરે એવા શુભ આશયથી આ કાર્યક્રમ ઠેર ઠેર યોજના લક્ષ્ય રખાયું છે.
આવા સુંદર વિચાર સાથે આશિત ભટ્ટ સહિતના તેમની ટીમના તમામ સભ્યોને નંદનવન સોસાયટી આવકારે છે અને સમાજને જાગૃત કરવાના આવા શ્રેષ્ઠ કાર્યક્રમ બદલ આભાર પણ માને છે.
રીપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.