ભચાઉ તાલુકા ના શીકારપુર ગામના ખેડૂત ની ખેતરમાં માં કોઈ પણ પ્રકાર ની નુકસાન વડતર આપયા વગર ગેરધોરણે થતા કામ રોકવા અંગે જિલ્લા કલેક્ટરશ્રી ને આવેદનપત્ર અપાયો* - At This Time

ભચાઉ તાલુકા ના શીકારપુર ગામના ખેડૂત ની ખેતરમાં માં કોઈ પણ પ્રકાર ની નુકસાન વડતર આપયા વગર ગેરધોરણે થતા કામ રોકવા અંગે જિલ્લા કલેક્ટરશ્રી ને આવેદનપત્ર અપાયો*


*ભચાઉ તાલુકા ના શીકારપુર ગામના ખેડૂત ના ખેતરમાં માં કોઈ પણ પ્રકાર ની નુકસાન વડતર આપયા વગર ગેરધોરણે થતા કામ રોકવા અંગે જિલ્લા કલેક્ટરશ્રી ને આવેદનપત્ર અપાયો*

અમો અરજદારની માનસર નમ્ર અરજ કે, મોજે ગામ શીકારપુર, તા.ભચાઉ-કચ્છ મણે હાલે પાવરગીડ ખાવડા ૨-બી ટ્રાન્સમશીન લી. કંપની દ્વારા શીકારપુર ની સીમ માં આવેલ જગ્યા ઓ માં કોઇ પણ ખેડુત ની પરવાનગી તેમજ નુકસાન વડતર આપયા વગર પાવરગ્રીડ ખાવડા ૨-બી ટ્રાન્સમશીન લી. કંપની ના ટાવર (યાંભલા) નાખવા માં આવી રહ્યા છે.

જે ટાવર (થાંભલા) નાખવા અંગે નામદાર શ્રી કલેક્ટર સાહેબ ના નં.મેજી વિજરેષા કેસ.નં.૧૦/૨૦૨૪, તથા નામદાર શ્રી કલેકટર સાહેબ ના નં.મેજી વિજરેષા કેસ.નં.૦૮/૨૦૨૪ થી તા.૨૯/૦૨/૨૦૨૪ ના રોજ તથા નામદાર શ્રી કલેકટર સાહેબ ના નં.મેજી વિજરેપા કેસ.નં.૨૪/૨૦૨૪, તા.૨૭/૦૩/૨૦૨૪ ના રોજ કોઈ પણ ખેડુતો ને સાંભળયા વગર કામ કરવાની પરવાનગી આપતા હુકમ કરવા માં આવેલ ७.

પરંતુ ઉપરોક્ત હુકમો અનુસંધાને આજ દિન સુધી કોઈ પણ ખેડુત ને કોઇપણ પ્રકાર ની વડતર આપવા માં આવેલ નથી તેમજ ખેડુતો ની મંજુરી લીધા વગર પાવરગ્રીડ ખાવડા ૨-બી ટ્રાન્સમશીન લી. કંપની ના માણસો તથા સરકારી કર્મચારીઓ જેઓ કાળા કાચ અને નંબર પ્લેટ વગર ની ગાડીઓ ભરાઈ ને આવી ખેડુતો ને ધાક-ધમકીઓ આપી પોતાની મનમાની ચલાવી ખેડુતો પર દબાણ મુકી ખોટા કેસો કરી કામગીરી કરી રહ્યા છે.

કારફન 25106/24 રજીસ્ટ્રી (આવક) શાખા. કલેકટર કચેરી. ભુજ-કચ્છ.

આમ હાલે ખેતી ની સીજન હોય કંપની ના કામ ના સમાનો ખેડુતો ના આખા ખેતરો માં વિખરાએલ રાખવા માં આવે છે તથા આખા ખેતર માં એસ.આર.પી.જવાનો નું રક્ષણ મેળવી ખેતર પર કબજો જમાવી લેતા હોય અમો ખેડુતોએ ખેતી કરવી અશક્ય બનેલ છે. અને જો અમારી ખેતી નહીં થાય તો આંક માં ન આકી શકાય તેવું નુકસાન શીકારપુર ગામ ના તમામ ખેડુત ને ભોગવવા નો વારો આવશે.જે નુકસાન બદલ સરકારી તંત્ર તથ્ય કંપની જવાબદાર છે.

આમ ખેડુતો ને ધાક-ધમકીઓ આપી પોતાની તાનાશાહી ચલાવી કામગીરી ચલાવી રહયા હોય જે કપરી પરિસ્થતી આપનામદારે આપેલ મંજુરી નો ગેરલાભ લઈ અભણ ખેડુતો પર અત્યાચાર કરવા માં આવી રહયો હોય વાસ્તે નમ્ર અરજ કે, જયા સુધી ખેડુતો ને વિશ્વાસ માં રાખી તેમજ ખેડુત સાથે સુમેળ બનાવી કામગીરી કરવા માં ન આવે ત્યા સુધી.

નામદાર શ્રી કલેકટર સાહેબ ના નં.મેજી વિજરેષા કેસ.નં.૧૦/૨૦૨૪,તથા નામદાર શ્રી કલેકટર સાહેબ ના નં.મેજી વિજરેષા કેસ.નં.૦૮/૨૦૨૪ થી તા.૨૯/૦૨/૨૦૨૪ ના રોજ તથા નામદાર શ્રી કલેકટર સાહેબ ના નં.મેજી વિજરેષા કેસ.નં.૨૪/૨૦૨૪, તા.૨૭/૦૩/૨૦૨૪ ના રોજ કામ કરવાની પરવાનગી આપતા હુકમ ની અમલવારી પર પ્રતિબંધ મુકવા માં આવે તેમજ રક્ષણ ના નામે એસ.આર.પી.જવાનો લઈ ખેડુતો ને ધાક ધમકીઓ આપતા હોય જેથી તમામ મંજુર થયેલ શીકયોરીટી રદ કરી ખેતરો મુકત કરવા નમ્ર અરજ છે.

તેમજ પાવરગ્રીડ ખાવડા ૨-બી ટ્રાન્સમશીન લી.કંપની જે ખેડુતો ને ધાક-ધમકીઓ આપી કોઇપણ પ્રકાર ના નુકસાન વડતર ની ચુકવણી કર્યા વગર પોતાની મનમાની ચલાવી કામગીરી કરતી હોય તથા અમો ખેડુતો ની નામદાર શ્રી હાઈકોર્ટ મધ્યે કેસ નં.F/SCA/ 184661/2024 થી મનાઈ હુકમ ની પ્રીશન દાખલ કરેલ જે હાલે પેન્ડીંગ હોય જે પ્રિટીશ્ન નો આખરી નીકાલ ન આવે ત્યા સુધી ઉપરોકત બાબતે કડક તપાસ કરી અમો ખેડુતો ની જમીન માં થતી તાનશાહી કામગીરી બંધ કરાવવા નમ્ર અરજ છે.


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.