વડનગર જનરલ હોસ્પિટલ ખાતે ૧૭ મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો - At This Time

વડનગર જનરલ હોસ્પિટલ ખાતે ૧૭ મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


વડનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા જી .એમ ઈ.આર એસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ૧૭મો રક્તદાન કેમ્પ યોજાયો

સમગ્ર વિશ્વ ભર માં દર વર્ષે ૧૪ મી જૂન ના દિવસ ને "વિશ્વ રક્ત દાતા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ રક્ત દાતાઓ ને સન્માનિત કરવામાં આવે છે તથા નવી પેઢી ના યુવાનો ને નિયમિત રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ રક્તદાન માં મળેલ લોહી નું સંપૂર્ણ પરીક્ષણ કર્યા બાદ તેમાંથી જુદા જુદા ઘટકો છૂટા પાડવામાં આવે છે અને હોસ્પિટલ માં દાખલ દર્દીઓ ને ડોક્ટરની સલાહ મુજબ ચડાવવા માં આવે છે. આ લોહી નો સૌથી વધુ ઉપયોગ સગર્ભા બહેનો ને તેમની સુવાવડ દરમ્યાન તથા રોડ અકસ્માત માં ખરાબ રીતે ઘાયલ થયેલ દર્દીઓની સારવારમાં થાય છે.
આજરોજ તા. ૧૪/૦૬/૨૦૨૪ ના રોજ વડનગર સિવિલ હોસ્પિટલ માં આ વિશ્વ રક્તદાન દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે એક રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ છે જે માનનીય કલેકટર સાહેબના માર્ગદર્શન હેઠળ દર મહિને નિયમિત પણે થતો આ ૧૭ મો રક્તદાન શિબિર છે અને આ અગાઉ આજદિન સુધીમાં ૬૦૦ થી પણ વધારે રક્તદાતાઓ દ્વારા રક્તદાન મળેલ છૅ જે માટે અમે જિલ્લા કલેકટ સાહેબ શ્રી નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
આ રક્તદાન શિબિર માં આપણા મહેસાણા જિલ્લાના ના નવા ચુંટાયેલા સાંસદ સભ્ય આદરણીય શ્રી હરિભાઈ પટેલ સાહેબ, મહેસાણા જિલ્લા કલેકટર શ્રી નાગરાજન સાહેબ, ઊંઝા વિધાન સભા ના ધારાસભ્ય શ્રી કિરીટ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ. ગોપી બેન પટેલ, મેડિકલ કોલેજ ના ડિન શ્રી મનીષ રામાવત, તબીબી અધિક્ષક શ્રી ડૉ. હર્ષીદ પટેલ તથા વડનગર તાલુકા ના અન્ય ઘણા બધા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વધુ માં જણાવતા આનંદ થાય છે કે મહેસાણા જિલ્લા ના સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો ગોપી બેન પટેલે પણ આજ ના આ શિબિર માં પોતાનું જ રક્તદાન કરીને સમાજ ને એક ઉમદા રક્તદાન નું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ રક્તદાન શિબિર માં અમારા વડીલ શિક્ષક ડૉ. વાય. ટી. પટેલ સાહેબ (રેડીઓલોજી) અને અમારા મિત્ર એવા ડૉ. મૌલિક ભાઇ પટેલ (ઓર્થોપેડીક) તથા તેમના ધર્મપત્ની ડૉ. રત્ના ભોજક (બાળરોગ નિષ્ણાત) તરફથી તમામ રક્તદાતાઓ માટે ભેટ આપવામાં આવી છે.
આજના આ રક્તદાન શિબિર માં બપોરના ૨ વાગ્યા સુધીમાં કુલ ૮૦ લોહીની બોટલ એકત્રિત થયેલ છે.

આ શિબિર માં રક્તદાન કરેલ તમામ રક્તદતાઓનો, પધારેલ તમામ ઉચ્ચ અધિકારીઓનો, સામાજિક કાર્યકરોનો, ડિન સાહેબનો, મીડિયા ના તમામ પત્રકારોનો, રક્તદાતા ઓને ભેટ આપનાર દાતા નો તથા અમારા પેથોલોજી વિભાગ ના તમામ અધિકારી કર્મચારીઓ નો હું આ હોસ્પિટલ વતી આભાર માનું છું. અને આગામી આવા તમામ સેવાલક્ષી તથા આરોગ્યલક્ષી કાર્યક્રમો માં સૌના સહકારથી આ કાર્યક્રમ સફળ બાનાવ્યો હતો.

રિપોર્ટ -: જીગર પટેલ વડનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.