આંબેડકરનગરમાં પરિણીતા મનિષા પરમારનો આપઘાત
રાજકોટના 80 ફૂટ રોડ પર, આજી વસાહત પાસે આવેલ આંબેડકરનગર શેરી નં.1માં રહેતી પરિણીતા મનિષા અશોક પરમાર(ઉ.વ.29)એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. 8 વર્ષનો પુત્ર રમીને ઘરે આવ્યો તો માતાને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતા ચીસાચીસ કરી મૂકી હતી. દોડીને નજીકમાં જ રહેતા નાનીને જાણ કરી હતી. થોરાળા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. બનાવની પોલીસ સૂત્રો તરફથી મળતી વિગત મુજબ, મૃતકનું સાસરું ટંકારાના હીરાપર ગામે છે.
ત્યાં સાસરિયા સાથે વિવાદ ચાલતો હોવાથી મૃતક મનીષાબેન તેના પતિ અશોક અને આઠ વર્ષના પુત્ર પાર્થ સાથે રાજકોટ માવતરના ઘર નજીક આવેલા મકાનમાં રહેવા આવેલ. પતિ અશોક કુરિયર પાર્સલ ડિલિવરીમાં કામ કરે છે. ગઈકાલે સસરા ગોવિંદભાઈ પરમાર મનિષાબેનના પિતા હરજીભાઈને મળવા રાજકોટ આવેલ. ગૃહ કલેશ ચાલતો હોવાથી તે સમયે પણ બોલાચાલીમાં ચડભડ થઈ હતી. જે પછી સાંજે પતિ અશોક કામ સર બહાર હતો. પુત્ર પાર્થ ઘર બહાર રમવા ગયેલો. ત્યારે સાંજે 7.45 કલાકે મનિષાએ પોતાના ઘરમાં જ ગળાફાંસો લગાવી લીધો હતો. પુત્ર રમીને ઘરે આવતા તેણે માતાને પંખા સાથે ટીંગાયેલ જોતા તુરંત નજીકમાં જ રહેતા નાની એટલે કે મનિષાના માતા જયાબેનને જાણ કરી હતી.
દેકારો મચી જતા કોઈએ 108ને જાણ કરી હતી. 108 આવી જતા તેના ઇએમટી ડોક્ટરે જોઈ તપાસી મનિષાબેનને મૃત જાહેર કર્યા હતા. થોરાળા પીએસઆઇ પી.એમ. રાઠવા ટીમ સાથે દોડી ગયેલા. મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો. મૃતકના ભાઈએ કરેલા આક્ષેપો મુજબ, હીરાપરમાં આવેલ મકાન બાબતે અશોકભાઈને તેના પિતા ગોવિંદભાઇ સાથે વિવાદ ચાલતો હતો. જેથી તેઓ રાજકોટ રહેવા આવી ગયા હતા. જોકે પોલીસને આપઘાતના કારણ અંગે કોઈ સ્પષ્ટતા મળી નથી જેથી વધુ તપાસ હાથ ધરી છે. મનિષાબેન 3 બહેન, 2 ભાઈમાં વચેટ હતા. તેમના લગ્ન 10 વર્ષ પહેલાં થયા હતા. 8 વર્ષનો પુત્ર મા વિહોણો થતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.