કરિયાણાના બાકી બે હજાર માંગતા ગ્રાહક અને વેપારી વચ્ચે બઘડાટી: બંનેને ઈજા
નાગેશ્વરમાં આવેલ અનાજ કરિયાણાની દુકાનના બાકી બે હજાર માંગતા ગ્રાહક અને વેપારી વચ્ચે બઘડાટી થઈ હતી. બનાવમાં સામસામે બંને લોકોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં.
પ્રાપ્ત વિગત મુજબ, ભવાની ચોક નાગેશ્વરમાં રહેતો ધવલ રાજેશભાઈ શાહ (ઉ.વ.35) નામનાં યુવક પર ધર્મેશ ચુડાસમા અને તેના ભાઈ નિકુંજ ચુડાસમાએ હુમલો કર્યો હતો. ધવલ નાગેશ્વરમાં રાજ જનરલ સ્ટોર નામની દુકાન ધરાવે છે. ધર્મેશ ચૂડાસમાની માતા ગીતાબેને અગાઉ ધવલ શાહના સ્ટોરેથી ઉધારમાં કરિયાણું લીધું હતું.
જેના બે હજાર ચડત થઈ ગયાં હતાં. એક મહીના પહેલા ધવલે ગીતાબેન પાસે બે હજાર માંગતા મામલો બીચકાયો હતો. ત્યારે બોલાચાલી થઈ હતી. બાદ ગઈ કાલે રાત્રીના ફરિવાર પૈસા માંગતા ગીતાબેનના બંને પુત્ર ધર્મેશ અને નિકુંજે ઝઘડો કર્યો હતો. અને આજે બપોરના દોઢેક વાગ્યાની આસપાસ ધવલ શાહ પોતાની દૂકાને હતો ત્યાર ધર્મેશ ચૂડાસમા અને નિકુંજ ચૂડાસમા ત્યાં આવી ઝઘડો કરી હુમલો કર્યો હતો.
જ્યારે સામે ધવલ શાહે કાતર વડે હુમલો કરી ધર્મેશને ઈજા પહોચાડી હતી. બાદ બંને યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં પણ બંને યુવકે ઝગડો કર્યો હતો. બનાવ અંગેની જાણ થતાં પ્ર. નગર પોલીસ દોડી ગઈ હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.