ગૃહકલેશથી કંટાળી પરિણીતાએ પુત્ર સામે જ ફાંસો ખાઇ જીંદગી ટુંકાવી - At This Time

ગૃહકલેશથી કંટાળી પરિણીતાએ પુત્ર સામે જ ફાંસો ખાઇ જીંદગી ટુંકાવી


કબીર રોડ પર આવેલ ભોજલરામ સોસાયટીમાં દંપતિના ઝઘડામાં 32 વર્ષીય પત્નીનો ભોગ લેવાયો હતો. ગૃહ કલેશથી કંટાળી પરિણીતાએ તેના ત્રણ વર્ષના પુત્ર સામે જ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પ્રાપ્ત વિગત મુજબ સંત કબીર રોડ પર આવેલ ભોજલરામ-2માં રહેતા રશ્મીતાબેન રોહીતભાઇ મીશ્રા (ઉ.વ.32) આજરોજ સવારના તેમના પતિ કુવાડવા રોડ પર ક્રિકેટ રમવા માટે ગયા બાદ તેણી તેના રુમમાં હતી
ત્યારે ત્રણ વર્ષના પુત્રની સામે જ પંખાના હુકમાં ચૂંદડી વડે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ક્રિકેટ રમી આવેલા તેણીના પતિએ રુમનો દરવાજો ખોલતા જ પત્નિ લટકેલી હાલતમાં જોવા મળી હતી. તેણીના પતિએ 108ને જાણ કરી સારવારમાં પ્રથમ ખાનગી અને બાદમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડાઇ હતી.
જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે થોરાલા પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરુરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.વધુમાં મળેલ વિગતમાં મૃતકના લગ્ન 3 વર્ષ પહેલા થયેલ અને સંતાનમાં એક પુત્ર છે. તેણીના પતિ પે-ટીએમ કંપની નોકરી કરે છે. બનાવથી એકનો એક પુત્ર માતા વિહોળો થતા પરિવારમાં આક્રંદ સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.