દાહોદ જિલ્લામાં એક મહિનાના લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી; ધરતીપુત્રોમાં ખુશીની લહેર.
દાહોદ જિલ્લાસહિત સમગ્ર રાજ્યમાં વરસાદે એક મહિના સુધી વિરામ લીધો હતો જેના પગલે ધરતી પુત્રો ચિંતામાં મુકાયા હતા અને ખેડૂતો દ્વારા વાવણી કરેલ પાક કરમાઈ જવા પામ્યો હતો જેના પગલે ધરતીપુત્રો દ્વારા મશીન તથા મોટર થી ખેતરોમાં પાણી ફેરવ્યું હતું પરંતુ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પિયતની તેમજ તળાવની સુવિધા ન હોવાથી ખેડૂતોનો ઊભો પાક કરમાવા લાગ્યો હતો જેથી ખેડૂતોને માથે જાણે આભ તુટી પડ્યું હોય તેમ લાગી રહ્યું હતું ત્યારે આજરોજ બપોરના સમયે મેઘરાજાએ એક મહિના જેટલા લાંબા વિરામ બાદ દાહોદ જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે ફરી એન્ટ્રી કરતા પાકને ફરી જીવન દાન મળ્યું છે. વરસાદના લીધે રોડ - રસ્તા પાણીમાં તરબોળ થયા છે સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ વરસતા લોકો તેમજ ધરતી પુત્રોમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી હતી.9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.