હળવદ શહેરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારી રોકડ સાથે ઝડપાયા - At This Time

હળવદ શહેરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારી રોકડ સાથે ઝડપાયા


હળવદ શહેરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ રૂ ૧૩,૨૦૦ જપ્ત કરી છે

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભવાનીનગર ઢોરા વિસ્તારમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા કિશોરભાઈ ઉર્ફે કિશન બચુભાઈ બણોદરા, સોકત અસીમ ભટ્ટી, વિશાલ હિમતભાઈ બરીયા, ચિરાગ ઉર્ફે કિરીટ નાનજી ચાવડા, અને મનોજ ત્રિભોવનભાઈ ગીરી એમ પાંચ જુગારીને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૩,૨૦૦ જપ્ત કરી છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.