ગઢડા શહેરમાં સ્મશાન યાત્રામાં વેંકુઠરથનાં બદલે એમ્બ્યુલન્સ ઉપયોગમાં લેવાઈ. - At This Time

ગઢડા શહેરમાં સ્મશાન યાત્રામાં વેંકુઠરથનાં બદલે એમ્બ્યુલન્સ ઉપયોગમાં લેવાઈ.


ગઢડા શહેરમાં સ્મશાન યાત્રામાં વેંકુઠરથનાં બદલે એમ્બ્યુલન્સ ઉપયોગમાં લેવાઈ.

બોટાદ જિલ્લાના ગઢડા શેહરમાં આજે એક વ્યક્તિ મરણ પામતા જેમની સ્મશાન યાત્રા વેંકુઠરથનાં બદલે એમ્બ્યુલન્સમાં કાઢવામાં આવી હતી. મનુષ્ય‌નો અંતિમ વિસામો એટલે સ્મશાન. ગઢડા શહેર મુકામે કોઈ પણ વ્યક્તિનું મૃત્યું થાય તો તેને સ્મશાન સુઘી લઈ જવા માટે વેંકુઠરથ વાહન ની સુવિધા રહેલ છે પરંતુ તે વેંકુઠરથ સ્મશાન નાં ગ્રાઉન્ડ માં શોભાનાં ગાઠીયા સમાન પડી રહેલ છે ત્યારે નાગરિકો અચબામાં પડે છે કે આ સ્મશાનયાત્રા છે કે દર્દીને દવાખાને લઈ જાય છે તેમજ કેંકુઠરથ છેલ્લા આશરે ચારેક માર્ચ થી બંધ પરિસ્થિતિ માં સ્મશાનના ગ્રાવુંડ માં પડી રહેલ છે જે રીપેરીંગ કરાવવા માટે ગઢડા નગરપાલિકાને મુહૂર્ત આવતું નથી. અને સ્મશાનમાં અગ્નિદાન દેવા માટેના ખાટલા પણ તુટી ગયેલા છે જેની પણ સંભાળ લેવામાં આવતી નથી જેથી ગઢડા શહેરના નગરજનોની એવી માંગ છે કે સ્મશાન માં જરૂરી સુવિધા ઊભી થાય તેમજ મૃતદેહ સ્મશાન સુધી લઈ જવા માટે વેંકુઠરથ સત્વરે રીપેરીંગ કરાવે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગણી છે.

રિપોર્ટ: સંજના મકવાણા, ગઢડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.