કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા કાલે 10 વાગ્યે જુનાયાર્ડમા ખેડૂતોની મીટીંગ લેશે અને 11:00 વાગ્યૅ અલાણ સાગર ડેમમાથી આથમણી કેનાલનું પાણી છોડાવશે ખૅડુતૉ ખુશખુશાલ - At This Time

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા કાલે 10 વાગ્યે જુનાયાર્ડમા ખેડૂતોની મીટીંગ લેશે અને 11:00 વાગ્યૅ અલાણ સાગર ડેમમાથી આથમણી કેનાલનું પાણી છોડાવશે ખૅડુતૉ ખુશખુશાલ


જસદણ ગઢડીયા દેવપરા બાખલવડ ચીતલીયા પોલારપર શિવરાજપુરના ખેડૂતોએ ઉમટી પડવા મંડળીના પ્રમુખ પ્રવીણભાઈ છાયાણી પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી યાર્ડના પૂર્વ ડિરેક્ટર નરેશભાઈ ચૉહલીયાની ખેડૂતોને અપીલ

જસદણ શહેરના ચિતલીયાના ટાંકા પાસે આવેલ પ્રગતિશીલ સેવા સહકારી મંડળી ખાતે પ્રમુખ પ્રવીણભાઈ વેલાભાઇ છાયાણીની આગેવાનીમાં સવારે 9:00 વાગ્યે એક ખેડૂતની મિટિંગનું આયોજન કરેલ છે ત્યારબાદ જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં જસદણના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે સવારે 10 વાગ્યે ખેડૂતોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સવારે 11:00 વાગ્યૅ બાખલવડ ગામ ખાતે આલણસાગર તળાવ માંથી આથમણી કેનાલનું સિંચાઈ માટે પાણી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે છોડવાનું હોવાથી તમામ સાત ગામના ખેડૂતોએ ઉમટી પડવા જસદણ પ્રગતિશીલ સેવા સહકારી મંડળી તથા દૂધ ડેરીના પ્રમુખ પ્રવીણભાઈ વેલાભાઈ છાયાણી તથા જસદણના પૂર્વ નગરપતિ અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ શામજીભાઈ ભાયાણી તેમજ જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર જસદણ પાલીકાના પૂર્વ કોર્પોરેટર નરેશભાઈ છગનભાઈ ચોહલીયા સહિતના આગેવાનોએ ઉપરોક્ત સ્થળૅ સવારે 9:00 કલાકે સેવા સહકારી મંડળી સવારે 10:00 કલાકે જુનુ માર્કેટિંગ યાર્ડ સવારે 11:00 કલાકે બાખલવડ ખાતે આલણ સાગર ડેમ ખાયતૅ આમ ત્રણેય સ્થળોએ તમામ ખેડૂતોએ ઉમટી પડવા અને ખેડૂત હેતલક્ષી પ્રશ્નો રજૂ કરવા અપીલ કરવામાં આવી છે.

Report Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.