૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ નિમિત્તે રાજકોટમાં કતલખાના, મીટ શોપ,ચીકન શોપ, ઈંડાની દુકાનો બંધ રાખવાના નિર્ણય બદલ આભાર માનતા ગિરીશ શાહ, મિત્તલ ખેતાણી
૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ નિમિત્તે
રાજકોટમાં કતલખાના, મીટ શોપ,ચીકન શોપ, ઈંડાની દુકાનો બંધ રાખવાના નિર્ણય બદલ આભાર માનતા ગિરીશ શાહ, મિત્તલ ખેતાણી
રાજકોટ સમગ્ર દેશમાં કતલખાના, મીટ શોપ, ચીકન શોપ, ઈંડાની દુકાનો બંધ રાખવા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને ગિરીશ શાહ, મિત્તલ ખેતાણી દ્વારા રજૂઆત કરાઈ હતી. ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં કતલખાના, મીટ શોપ, ચીકન શોપ, ઈંડાની દુકાનો બંધ રાખવા ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય ગિરીશ શાહ અને ભારત સરકારનાં પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર મિત્તલ ખેતાણી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર દ્વારા અને રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજકોટમાં કતલખાના, મીટ શોપ, ચીકન શોપ, ઈંડાની દુકાનો બંધ રાખવાનો નિર્ણય બદલ ગિરીશ શાહ અને મિત્તલ ખેતાણી દ્વારા આભાર માનવામાં આવ્યો છે તેમજ સમગ્ર દેશમાં આ પ્રકારનો નિર્ણય લેવાય તેવી રજુઆતો કરવામાં આવી છે.
અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ રહી છે તે પ્રસંગે સમગ્ર ભારતનાં અબોલ જીવોને અભયદાન મળે અને ઓછામાં ઓછું આ પવિત્ર દિવસે કતલખાના બંધ રહે તે માટે આ અપીલ કરવામાં આવી છે. અબોલ જીવો ભગવાન રામને વનવાસનાં સમય દરમિયાન તેમજ રાવણ સાથેના યુદ્ધ દરમિયાન હંમેશા તેમની સાથે રહ્યા હતા. વર્તમાન સમયમાં પણ દરેક માણસને પશુ, પક્ષી અને પ્રાણીઓનું સન્માન જાળવવું જોઈએ. પશુ, પક્ષી અને પ્રાણીઓની રામ ભગવાનની આ પ્યારી સેનાનું રક્ષણ અને પોષણ કરવું જોઈએ. તેમનું રક્ષણ ન કરી શકીએ તો તેમના ભક્ષક તો ન જ બનવું જોઈએ. દરેકે શાકાહારી બનવું જોઈએ.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.