સુરતમાં વરસાદનો વિરામઃ ઉકાઇ ડેમમાં ઇન્ફ્લો-આઉટફ્લો 56 હજાર ક્યુસેક
સુરત
ફલંડ
કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ જન્માષ્ટ્રમીની રજામાં અને આજે દિવસ સુરત શહેર
અને જિલ્લામાં છુટાછવાયા ઝાપટા પડયા હતા. તો આખો દિવસ મેઘરાજાના બદલે
સૂર્યદેવતાનું રાજ જોવા મળ્યુ હતુ. આમ સતત વરસાદ ને વરસાદ જ ઝીંકાતા બે દિવસથી
ઉઘાડ નિકળતા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા. દરમ્યાન ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ
છુટોછવાયો વરસાદ નોંધાયો હતો. આથી ઉકાઇ ડેમમાં પાણીની આવક પણ ઘટાડો થયો છે. આજે
દિવસ દરમ્યાન ઉકાઇ ડેમમાં ૭૨ હજાર કયુસેક થી લઇને ૫૬ હજાર કયુસેક પાણી આવ્યુ હતુ.
તો સવારે છ વાગ્યે ૬૭ હજાર કયુસેક પાણી છોડયા બાદ દસ વાગ્યે ઘટાડીને ૫૬ હજાર
કયુસેક કરાયુ હતુ. જે આખો દિવસ ચાલુ રહ્યુ હતુ. સાંજના સમયે ૫૬ હજાર કયુસેક
ઇનફલોની સામે આઉટફલો પણ એટલો જ નોંધાયો
હતો. ઉકાઇ ડેમની સપાટીમાં પણ ઘટાડો થઇને ૩૩૫.૩૪ ફુટ થઇ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.