નૂહમાં બ્રજમંડલ યાત્રા, હિંસાના ડરથી બજાર-ઈન્ટરનેટ બંધ:નલ્હાડેશ્વર મંદિરથી યાત્રા શરૂ; તિરંગા ચોક ખાતે મુસ્લિમોએ સ્વાગત કર્યું
હરિયાણાના નૂહમાં ગત વર્ષની હિંસા બાદ ફરી પાંડવકાળના શિવ મંદિરોમાં બ્રજમંડલ યાત્રા કાઢવામાં આવી રહી છે. નલ્હાડેશ્વર મંદિરે જલાભિષેકથી શરૂ થયા બાદ આ યાત્રા ફિરોઝપુર ઝિરકાના ખિરકેશ્વર મંદિરે પહોંચશે. ત્યાં જલાભિષેક બાદ પુનહાના સિંગર શ્રીંગેશ્વર મહાદેવ મંદિરે યાત્રાનું સમાપન થશે. આ યાત્રા 80 કિલોમીટર લાંબી છે. જેના માટે વહીવટી તંત્ર દ્વારા 5 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. હિંસાના ડરને જોતા વહીવટીતંત્રે સોમવારે સાંજે 6 વાગ્યા સુધી અહીં ઇન્ટરનેટ બંધ કરી દીધું છે. નૂહમાં 2 હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ડ્રોન દ્વારા અરવલીની પહાડીઓ પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા યાત્રાને બંને તરફથી સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. દરમિયાન ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ ડૉ. ઈમામ ઉમર અહમદ ઈલ્યાસીએ ગઈ કાલે કહ્યું હતું કે છેલ્લી વખત હિંસાથી મુસ્લિમોને કલંકિત કરવામાં આવ્યા હતા. આ યાત્રાને સફળ બનાવીને ડાઘ ધોવાનો આ સારો સમય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.