પોરબંદર સ્વચ્છતા હી સેવા અભિયાન અંતગર્ત છાયા નગરપાલિકાની જૂની ઓફીસ ખાતે યોજા યેલ આરોગ્ય કેમ્પમાં સફાઈ કર્મીઓની આરોગ્ય તપાસણી કરાઈ - At This Time

પોરબંદર સ્વચ્છતા હી સેવા અભિયાન અંતગર્ત છાયા નગરપાલિકાની જૂની ઓફીસ ખાતે યોજા યેલ આરોગ્ય કેમ્પમાં સફાઈ કર્મીઓની આરોગ્ય તપાસણી કરાઈ


ગોસા (ઘેડ)પોરબંદર તા.૨૫/૦૯/૨૦૨૪
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કે. બી. જોષી વિદ્યાલય સામે છાયા નગરપાલિકાની જૂની ઓફીસ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો હતો. જેમાં સફાઈકર્મીઓ આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી.
આ કેમ્પની જિલ્લા કલેકટર શ્રી એસ. ડી. ધાનાણી, નગર પાલિકાના પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી સહિતના મહાનુભવોના મુલાકાત લીધી હતી.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ખાસ સફાઈ કામદારોના આરોગ્યની કાળજી માટે સફાઈ કર્મીઓ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સફાઈ કર્મીઓના ડાયાબિટીસ, બીપી, હાઈટ, વેઇટ વગેરે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ઝુંબેશ સ્વરૂપે સફાઈ કરવામાં આવી રહી છે, આ સાથે કર્મીઓની આરોગ્યની કાળજી તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે.
રિપોર્ટર :-વીરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.