પાટાડુંગરી ડેમ તિરંગાની રોશનીથી સજાવાયો : રાત્રીના સમયે નયનરમ્ય નજારો - At This Time

પાટાડુંગરી ડેમ તિરંગાની રોશનીથી સજાવાયો : રાત્રીના સમયે નયનરમ્ય નજારો


દાહોદ, તા. ૧૪ : આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ૭૬ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી માટે દાહોદ જિલ્લામાં અનોખો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. અહીંના નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર હર ઘર ત્રિરંગા પર્વ સાથે ઉજવણી કરાઇ રહી છે. જિલ્લાની સરકારી કચેરીઓ, ખાનગી સંસ્થાઓ કે નાની મોટી દુકાનો હોય કે ઘરની છત હોય દરેક જગ્યાએ ત્રિરંગાને લહેરાતો જોતા દેશભક્તિની ઉમંગ લોકોમાં છલકાઇ રહી છે. જિલ્લા વહીવટી તંત્ર પણ શાનદાર રીતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હર ઘર તિરંગા અભિયાન સાથે કરી રહી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બની રહ્યાં છે ત્યારે જિલ્લાની પાણીની જરૂરિયાત સંતોષતો મહત્વપૂર્ણ પાટાડુંગરી ડેમને તિરંગાની રોશનીથી પ્રશાસન દ્વારા સજાવવામાં આવ્યો છે. રાત્રીના સમયે તિરંગાની રોશની નયનરમ્ય નજારો ઉભો કરી રહી છે અને લોકોમાં આકર્ષણ જમાવી રહી છે. જિલ્લાની વિવિધ પ્રખ્યાત ઇમારતોને પણ તિરંગાની રોશનીથી સજાવવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.