પેથાપુર ખાતે સાર્વજનિક નવરાત્રી મહોત્સવ - At This Time

પેથાપુર ખાતે સાર્વજનિક નવરાત્રી મહોત્સવ


પેથાપુર ખાતે પ્રાચીન પરંપરા અનુસાર નવરાત્રી મહોત્સવ નિમિત્તે માતાજીનો ઘટ સ્થાપન કરી સાગના લાકડામાંથી બનાવેલી આશરે 20 ફુટ ઉંચી માંડવડીનું સ્થાપન કરવામાં આવે છે. માંડવડી આશરે 125 વર્ષથી વધુ જુની છે. આજે પણ પરંપરાગત પ્રાચીન માંડવડી સાથેની નવરાત્રી પેથાપુરમાં ટાવર પાસે જાણીતા માંડવી ચોક ખાતે યોજાય છે. આ કલાત્મક નકશીકામ કરેલી માંડવડી ગામના સુથાર સમાજના કારીગરોએ અંબાજી માતાજીના મંદિરને જે તે સમયે ભેટ સ્વરૂપે આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.