રાજકોટના કુવાડવા નજીક ટ્રકે કારને ઠોકર મારી, બે મિત્રના મોત, એકના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા
રાજકોટના કુવાડવા રોડ પર ગત મોડી રાત્રે પૂર ઝડપે આવી રહેલા ટ્રકે કારને ઠોકરે લેતા કારમાં બેઠેલા બે યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. તેમજ 108ને કોલ કરતા બન્ને યુવકને કારમાંથી મહામહેનતે બહાર કાઢ્યા હતા. કુવાડવા પોલીસને જાણ કરતા જ ટીમ પહોંચી ગઈ હતી. તેમજ અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકની શોધખોળ આદરી છે. મૃતક બન્ને યુવાનો મિત્ર હતા, એક યુવાનના દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.