આયુષ્યમાન આરોગ્ય મંદિર જલાલપુર ખાતે વિશ્વ વસ્તી દિવસની શિબિર કરવામાં આવી
ગઢડા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર માંડવાના જલાલપુર ગામે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવેલ. વિશ્વ વસ્તી દીવસ-૨૦૨૪ની થીમ "વિકસિત ભારતની પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન" અંતર્ગત જલાલપુર ગામમાં ગુરુશિબિરનું આયોજન કરેલ. જેમાં આરોગ્ય કર્મચારી ઉર્મિલાબેન ગૌસ્વામી અને રાજેશભાઈ નારીગરા તથા સુપરવાયઝર મુકેશભાઈ મારૂએ કુટુંબ નિયોજનની કાયમી અને બિનકાયમી પદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપેલ. ગામના લોકોને યોગ્ય સગર્ભાવસ્થા અંતરના ફાયદાઓ, વાહકજન્ય રોગો અને તેનાથી બચવાના ઉપાયો, ઝાડા નિયંત્રણ પખવાડિયું, હેન્ડવોશ કરવાની રીત, ઓ.આર.એસ બનાવવાની રીત વિશે ગ્રામજનોની વિસ્તૃત માહિતી આપેલ. આ કાર્યક્રમને સફળ બનાવવાના ગામના આશાબહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.