ચોપડા,પહાડપુર રોડ ઉપર વહેલી સવારે દીપડો દેખાયો. - At This Time

ચોપડા,પહાડપુર રોડ ઉપર વહેલી સવારે દીપડો દેખાયો.


મોડાસા તાલુકાના ચોપડા પહાડપુર રોડ ઉપર વહેલી સવારે દીપડો દેખાયો. પ્રાપ્ત વિગતો અનુસાર ચોપડા ગામથી આવતા વચ્ચે જંગલ વિસ્તારમાં ગાડી લઈ ને જતા ચોપડા ગામના બબસિંહ ઝાલા પોતાના બાળકને મોડાસા સ્કૂલમાં મૂકવા જતા હતા ત્યારે સવારે 7:00 વાગ્યાના સુમારે રોડ વચ્ચોવચ દીપડો દેખાતા ગભરાઈ ગયા હતા. વહેલી સવારે કોઈના હોવાના કારણે દીપડો રસ્તા વચ્ચે અડિંગો બનાવી ઊભો હતો.બુમા બુમ કરતા દીપડો જંગલ માં નાસી છૂટી ગયો હતો ત્યારે કોઈ જાનવર, કે માણસને નુકસાન કરે તે પહેલા વન વિભાગ દીપાડો પાંજરે પુરે તેવી લોકમાગ ઉઠી છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image