પોલીસે બૂટલેગરોને કચેરીએ બોલાવીને કહેવું પડ્યું, ‘હવે દારૂ ન વેચતા’ - At This Time

પોલીસે બૂટલેગરોને કચેરીએ બોલાવીને કહેવું પડ્યું, ‘હવે દારૂ ન વેચતા’


SMCએ નાક વાઢ્યા બાદ હવે ‘નવા નાકે દિવાળી’ કરવાની નેમ, રાજકોટના પાંચેય આઈપીએસ અધિકારી પર પસ્તાળ પડે તે પહેલા પાળ બાંધી.

કુવાડવા પોલીસ મથકથી 200 મીટરના અંતરે છેલ્લા 2 માસથી ધમધમતી કેમિકલમાંથી દારૂ બનાવવાની ફેક્ટરી પર એસએમસીએ દરોડો પાડી રાજકોટના ટોચના અધિકારીઓનું નાક વાઢી દીધા બાદ હવે અધિકારીઓ સફાળા જાગ્યા છે, તેના ભાગરૂપે ગુરુવારે શહેરના લગભગ 80 જેટલા લિસ્ટેડ બૂટલેગરને તાબડતોબ ઉઠાવી લેવાયા હતા અને તમામને સીપી કચેરીએ લાવી કહેવામાં આવ્યું હતું કે, હવે જો દારૂની એક બોટલ સાથે પણ પકડાયા તો સીધા જ પાસામાં ધકેલાય જશો. રાજકોટના 3 ધારાસભ્યે પણ દારૂની ફેક્ટરી સંદર્ભે ગંભીર ટકોર કર્યા બાદ જ્ઞાન લાદ્યું હતું અને વધુ પસ્તાળ પડે તે પહેલા પાણી પહેલા પાળ બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.