જસદણમાં પિતાની યાદમાં પુસ્તક ભેટ આપતો પુત્ર:અનોખી ભેટ
જસદણમાં પિતાની યાદમાં પુસ્તક ભેટ આપતો પુત્ર:અનોખી ભેટ
જસદણની જૂની પેઢીના એડવોકેટ અને સામાજિક સેવાકિય અગ્રણી રાજગોર સમાજના સદ્દગત કરશનભાઈ પુરોહિતની યાદમાં તેમનાં અમદાવાદ સ્થિત એડવોકેટ સુપુત્ર એ મૃગેનભાઈ પુરોહિતએ સરકારી તાલુકા પુસ્તકાલય જસદણમાં પુસ્તકો ભેટ આપી વાંચન પ્રેમીઓને રાજી કરી દીધાં હોવાનું ભાજપના યુવા અગ્રણી પંકજભાઈ ચાવએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે સ્વ કરશનભાઈ પુરોહિત પોતાની વકીલાતના વ્યવસાય સાથે એક સારા વાંચનપ્રેમી ઉપરાંત એક સારા સામાજિક, સેવાકિય કાર્યકર હતાં આ ઉપરાંત તેઓએ ઘણાં છેવાડાના લોકોને બનતી મદદ પણ કરી હતી ઉલ્લેખનીય છે કે પિતાની યાદમાં જસદણના સરકારી પુસ્તકાલયમાં પુસ્તકોની ભેટ આપનાર મૃગેનભાઈ પણ પિતાના પગલે ચાલીને અમદાવાદ હોવા છતાં તેઓ ઘણાં જસદણવાસીઓના કામો કરી વતન પ્રત્યેનો લગાવ વ્યક્ત કરી રહ્યા છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.