ગોધરા ખાતે મતદાન જાગૃત્તિ અર્થે રન ફોર વોટ રેલી યોજાઈ - At This Time

ગોધરા ખાતે મતદાન જાગૃત્તિ અર્થે રન ફોર વોટ રેલી યોજાઈ


ગોધરા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ ૧૮- પંચમહાલ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ લોકો ૭ મે ના રોજ લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરીને પોતાનો કિંમતી મત આપે તે માટે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

જિલ્લામાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત ટી.આઈ.પી નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા પંદર દિવસીય મતદાન જાગૃતિના કેમ્પેઇન અંતર્ગત આજે અંતિમ દિવસે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ગોધરા ખાતે રન ફોર વોટનું આયોજન કરાયું હતું. અધિક કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા દ્વારા લીલી ઝંડી આપીને રન ફોર વોટ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ રેલીમાં રમતવીરો,શિક્ષકો,સિનિયર સિટીઝન ઉપસ્થિત રહ્યા હતા અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા પ્રેરિત કર્યા હતા. આ સાથે ૭ મે ના રોજ સહ પરિવાર મતદાન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.રેલીમાં સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી,પંચમહાલ તથા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી દ્વારા વધુમાં વધુ મતદાન માટે અપીલ કરાઈ હતી.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image