વીજળી પડતા ચીતરા નામનો સાપ મરી ગયો
મહીસાગર જિલ્લામા વિરપુર તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ કાલે મોડી રાત્રે ગાજવીજ કડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો તે દરમ્યાન ગ્રામ્ય વિસ્તારના એક ઝાડ પર વિજળી ત્રાટકતા આખું ઝાડ જમીન દોસ્ત થઇ ગયું હતું.સદનસીબે ઝાડ નીચે કોઈ વ્યક્તિ કે અબોલ પશુઓ બાંધેલા ના હોવાથી મોટી જાનહાનિ ટળી હતી
તાલુકાના બાર ગ્રામ પંચાયતમા આવેલ કલાજીના મુવાડા ગામે ગઈ રાત્રીના સમયે પુંજાભાઈ લાખાભાઇ પરમારના ખેતરમાં આવેલ લીમડાના ઝાડ પર વિજળી પડી હતી જોકે લીમડાના ઝાડ પર વિજળી પડતાં જ ઝાડને ચીરીને સીધી જમીનમાં ઉતરી ગઈ હતી જોકે આ વિજળીની ઘટનાને લઈને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી પરંતુ કમ નસીબે વૃક્ષ ઉપર ચિતરા નામના સાપનું મૃત્યું થયું હતું.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.