બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી તેમજ જિલ્લા પોલીસ દ્વારા રામનગર મા આવેલ વિહળાપ્રાથમિક શાળા નંબર 21 મા ગુડ ટચ બેડ ટચ,મા હાઇજીન તેમજ અન્ય હેલ્પલાઇન અંગે માર્ગદર્શન અપાયું
(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ આઈ મન્સૂરી સહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક કે. એફ.બળોલિયા સાહેબ ના માર્ગદર્શન મુજબ રામનગર વિહળ પ્રાથમિક શાળા નંબર 21 મા ગુડ ટચ અને બેડ ટચ તેમજ મેન્સટુઅલ હાઇજીન અને પોષણ અંગે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી શ્રી પી આર મેટલિયા સાહેબ ના માર્ગદર્શન મુજબ પી.એસ.આઈ શ્રી એ. ડી. વ્યાસ સાહેબ દ્વારા દરેક વિદ્યાર્થી ઉચ્ચતર અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી દ્વારા એક લક્ષ નક્કી કરે જીવનમાં આવતા સંઘર્ષ ને સર કરવા અંગે તેમજ પોલીસ પ્રજાની મિત્ર છે એ અંગે માર્ગદર્શન આપેલ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રીનાબેન વ્યાસ દ્વારા મેન્સ્ટયુઅલ હાઇજીન બાબતે નુકસાનકારક ગેરમાન્યતાઓ તેમજ મહિલાઓ ના સ્વાસ્થ્ય પર પડતી અસરો ના મુદ્દા પર ચર્ચા કરવામાં આવેલ સાથે સાતે પોષ્ટિક આહાર વિષે સમજ કરવામાં આવેલ તેમજ ત્યાર બાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ના કાઉન્સેલર રીંકાબેન મકવાણા ગુડ ટચ બેડ ટચ વિષે માહિતી માર્ગદર્શન તેમજ ડેમો દ્વારા સારા નરસા સ્પર્શ વિષે સમજ કરેલ આ ઉપરાંત અન્ય હેલ્પલાઇન 100,112,181,1930,1098 તેમજ મુશ્કેલી સમય દરમ્યાન નજીક ના પોલીસ સ્ટેશન દ્વારા કઈ રીતે મદદ મેળવવી તેના વિષે સમજ કરી તેમજ વધતા જતા સોશ્યિલ મીડિયા ના ઉપયોગ અંગે ફેસ બુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ દરેક એપ મા પ્રાયવર્ષી સેટીંગ તેમજ બિન જરૂરી ઉપયોગ ટાળવો તેમજ અંગે સમજ કરેલ બોટાદ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા કાર્યરત શી ટિમ ના કર્મચારી ગોહિલ સુરપાલભાઈ દ્વારા શી ટીમ ની કામગીરી તેમજ વી આર પ્રેજેન્ટેશ દ્વારા વિદ્યાર્થી ઓ ને મનોરંજન કરાવી અનુભવો અંગે પ્રશ્નોતરી કરાવેલ સંકલ્પ હબ ફોર એમ્પવાર મેન્ટ હબ ના પ્રોજેક્ટ કોઓર્ડીનેટર મહેશભાઈ સોલંકી દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી ની કચેરી દ્વારા ચાલતી વહાલી દીકરી, વિધવા સહાય,ગંગા સ્વરૂપ આર્થિક પુનઃ લગ્ન, મહિલા સ્વાવ લંબાન વગેરે યોજનો અંગે ની માહિતી આપેલ દરેક વિદ્યાર્થી બેહનો ને સેનેટરી પેડ નું વિતરણ કરવામાં આવેલ શાળા ના પ્રિન્સિપાલ શ્રી નિનામા શાંતિ સાહેબ તેમજ અન્ય શિક્ષક ગણ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત રહેલ સોલંકી હરેશભાઇ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.