રાજકોટનાં કોઠારીયા રોડની ખોડિયાર ઈન્ડસ્ટ્રીઝમાં મોડીરાત્રે ભીષણ આગ, ફાયર વિભાગની સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
રાજકોટ શહેરમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ગત મોડીરાત્રે જ આગની વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં કોઠારીયા રોડની ખોડિયાર ઈન્ડસ્ટ્રીઝમાં કોઈ કારણોસર મોડીરાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોકે, આ અંગેની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી છે. સદનસીબે આ ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખોનું નુકસાન થયાની શક્યતા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.