ભાવનગર રેલવે ડિવિઝન ખાતે 30 જાન્યુઆરીએ બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી - At This Time

ભાવનગર રેલવે ડિવિઝન ખાતે 30 જાન્યુઆરીએ બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી


ભાવનગર રેલવે ડિવિઝન ખાતે 30 જાન્યુઆરીએ બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં શહીદ થયેલા વીર શહીદોની સ્મૃતિમાં 30 જાન્યુઆરી, 2025ના રોજ સવારે 11.00 કલાકે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળની મંડળ કચેરી, સ્ટેશનો, હેલ્થ યુનિટો અને કોચિંગ ડેપોમાં બે મિનિટનું મૌન પાળીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, શહીદ દિવસની આ વિશેષ શ્રદ્ધાંજલિ માટે, 30 જાન્યુઆરી, 2025 (ગુરુવાર) ના રોજ, મંડળ કચેરીના વિભાગીય કર્મચારીઓને શરૂઆતમાં અને અંતે સાયરન વગાડીને એલર્ટ કરવામાં આવ્યા હતા.
શહીદ દિવસના અવસરે ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા અને ડિવિઝનલ ઓફિસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના કાર્યસ્થળે ઉભા રહીને બે મિનિટ મૌન પાળીને બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image