અમરેલી શહેરમાં વૃક્ષારોપણ દ્વારા ગ્રીન કવર વધારવા કૌશિક વેકરિયાએ ઝુંબેશ ઉપાડી - At This Time

અમરેલી શહેરમાં વૃક્ષારોપણ દ્વારા ગ્રીન કવર વધારવા કૌશિક વેકરિયાએ ઝુંબેશ ઉપાડી


અમરેલી શહેરમાં વૃક્ષારોપણ દ્વારા ગ્રીન કવર વધારવા કૌશિક વેકરિયાએ ઝુંબેશ ઉપાડી

વૃક્ષ જતન, આબાદ વતન’ના સૂત્ર સાથે શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવા તેમજ ભાવિ પેઢીની જરૂરિયાત ધ્યાને લઇ તમામ વિસ્તારમાં સ્વચ્છ પર્યાવરણલક્ષી વાતાવરણ પૂરું પાડવામાં આવશે.પ્રથમ ફેઝમાં અમરેલી શહેરમાં ૫૦૦૦ તેમજ શહેરની આસપાસના તમામ મુખ્ય માર્ગો ઉપર ૫૦૦૦ એમ કુલ ૧૦૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.માનવ સંસ્કૃતિ અને પર્યાવરણ પરસ્પર એક બીજાના પૂરક અને સહાયક છે. આજના સમયમાં ભાવિ પેઢીની જરૂરિયાતને ધ્યાને લઇ પર્યાવરણનું સંરક્ષણ જરૂરી બન્યું છે ત્યારે શહેરમાં વૃક્ષોની ઘટ ધ્યાને લઇ પ્રકૃતિ પ્રત્યે પોતાનુ યોગદાન દેવાના સંકલ્પ સાથે અમરેલી શહેરના તમામ વિસ્તારોમાં  લીમડા, પીપળ, વડ,ઉમરો સહિત ઔષધીય વૃક્ષો સાથે લુપ્ત થતી પ્રજાતિનાં વિવિધ વૃક્ષો જેવા કે, પિલ્લુ, રાયણ, આંબલી, બોર, ગુદા અને સેતુર  જેવા વૃક્ષોનુ વાવેતર કરવામાં આવશે.

સાથોસાથ, વૃક્ષોનું વાવેતર બાદ જતન થાય તે માટે સામાજિક સંસ્થાઓને સાથે લઈ યુદ્ધના ધોરણે અઠવાડિયાની અંદર કામ શરૂ કરવા માટે તૈયારી કરવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી,જેમાં તમામ સભ્યો દ્વારા  સકારાત્મક અભિગમથી પોતાના અભિપ્રાયો આપ્યા. આમ, શહેરમાં વૃક્ષારોપણ દ્વારા ગ્રીન કવરના વધારા સાથે પર્યાવરણનું જતન પણ થશે તેમજ હવાને શુદ્ધ કરવામાં, જમીનનું ધોવાણ અટકાવવામાં, શહેરની શોભા વધારવામાં તેમજ વાતાવરણ શુદ્ધ રાખવામાં તેમજ પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓને વિશ્રામ સહીત અનેક રીતે ઉપયોગી રહેશે.આમ, તમામ પાસાઓને ધ્યાને લઈ અમરેલી શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી પ્રથમ ફેઝમાં ૧૦,૦૦૦ કરતા વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું ધારાસભ્ય કૌશિક વેકરીયા દ્વારા નક્કી કરવામાં આવ્યું.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.