ઢોરવાડાની વધુ ૧૫ હજાર ચોમી જમીન ખાલી કરાવાઈ
ગાંધીનગર શહેરમાં ઘણા સમયથી ગેરકાયદેસર દબાણ કરીને ઢોરવાડા ઊભા કરનારા તત્વો સામે મહાનગરપાલિકાની ટીમ દ્વારા સતત ચોથા દિવસે કડક કાર્યવાહી કરીને વધુ 15 હજાર ચોરસમીટર જેટલી જમીન દબાણમૂક્ત કરાઇ હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા સીએનસીડી શાખા દ્વારા ડ્રાઇવ ચલાવી સરકારી જમીન પર થયેલા ઢોરવાડાના દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.