‘વ્હાલી દીકરી’ ના જન્મને વધાવી 'બેટી બચાવો, બેટી પઢાવો' અને 'કન્યા કેળવણી' થકી નારી સશક્તિકરણ - At This Time

‘વ્હાલી દીકરી’ ના જન્મને વધાવી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને ‘કન્યા કેળવણી’ થકી નારી સશક્તિકરણ


‘વ્હાલી દીકરી’ ના જન્મને વધાવી 'બેટી બચાવો, બેટી પઢાવો' અને 'કન્યા કેળવણી' થકી નારી સશક્તિકરણ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૪ માં રાજકોટ જિલ્લામાં ૫૬ દીકરીઓને વધામણાં કીટ અર્પણ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
'વ્હાલી દીકરી યોજના' ના ૧૯ હજારથી વધુ લાભાર્થી, દરેક દીકરીઓને રૂ. એક લાખ દસ હજારની સહાય
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ:- બાળકનો જન્મ એ દરેક પરિવારની ખુશીમાં અનેકગણો વધારો કરે છે. કેટલીક સામાજિક માન્યતાઓ, રૂઢિગત પરંપરાઓને કારણે આપણા સમાજમાં રૂઢિચુસ્ત પરિવારોમાં બાળકનો જન્મ ખુશી આપે છે, પરંતુ બાળકીનો જન્મ સ્વીકાર્ય હોતો નથી. બાળકી બોજ સમાન ના રહે તે વૈચારિક અને આર્થિક ક્રાંતિ અને ચેતના જગાડવા અને સમાજમાં દીકરા દીકરીનું પ્રમાણ સંતુલિત બને તે જરૂરી છે. દીકરી જન્મ સ્વીકૃતિ માટે સામાજિક, વૈચારિક પરિવર્તન માટે બદલાવ લાવવા અનેક સામાજિક અગ્રણી, સંસ્થાઓ સાથોસાથ કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ સ્ત્રી સન્માન, સશક્તિકરણ માટે કટિબદ્ધ છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દીકરા, દીકરી એક સમાન બને તે માટે સાચા અર્થમાં કામગરી કરી અનેક યોજનાઓ અમલી બનાવી છે. તેઓએ બાળકીને સમાનતાના હક્ક અપાવ્યા સાથો-સાથ સામાજિક ચેતના અને દીકરીનો રેશુયો વધે તે માટે વર્ષ ૨૦૧૫ માં 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન શરુ કર્યું. કન્યા કેળવણી માટે આર્થિક સહાય તેમજ કારકિર્દી માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦% અનામત તેમજ સરકરી નોકરીમાં મહિલાઓને ૩૩ % અનામત સહીત અનેક સ્ત્રી સશક્તિકરણની પ્રેરણાદાયી પહેલ કરી છે.
બાળકીના જન્મથી જ તેઓને સન્માન મળે તે માટે 'વ્હાલી દીકરી યોજના' વર્ષ ૨૦૧૯ થી રાજ્યમાં શરુ કરાઈ છે. આ યોજના થકી બાળકીના ઉછેર અને શિક્ષણથી લઈ તેઓને ઉચ્ચ શિક્ષણ-લગ્ન સહાય પુરી પાડી તેમના પરિવાર પર બાળકી બોજ નહીં પરંતુ દીકરી સધિયારો બને અને માતાપિતા માટે શાપ સમાન નહીં હોવાની પરંતુ આશીર્વાદની ભાવનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું છે.
હાલમાં જયારે સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો તેની સાથોસાથ કન્યા કેળવણી મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો. દીકરી પણ ભણે -ગણે અને ઉચ્ચ શિક્ષણ મેળવે તે દિશામાં સરકારે જાગૃતિ લાવી. આ મહોત્સવ સાથોસાથ મહિલા અને બાળવિકાસ વિભાગ પણ જોડાયો.

રાજકોટ જિલ્લાની ૧૩ શાળાઓમાં “બેટી બચાવો,બેટી પઢાવો યોજના” અંતર્ગત ૦ થી ૬ મહિનાની નવજાત ૫૬ બાળકીઓને 'દીકરી વધામણાં કીટ' જેમાં ઝબલા સેટ, ગોદડી સેટ મચ્છરદાની સહીત,રમકડુ, હિમાલયા કિટ આપવામાં આવી. આ ઉપરાંત બાલિકા પંચાયતની ૧૧ ગામની ૧૧૦ દીકરીઓને 'બેટી બચાવો,બેટી પઢાવો' યોજનાના લોગો વાળા ટીશર્ટ, કેપ બાલિકા પંચાયતની માર્ગદર્શિકા તેમજ અન્ય સાહિત્ય કીટ આપી બાળકીઓને રોલ મોડેલ બનવ્યા. ગામમાં આ યોજનાના પ્રચાર-પ્રસાર માટે કુલ ૧૩ શાળાઓને બેટી બચાવો,બેટી પઢાવો યોજનાના લોગો બોર્ડ,કોફી મગ,ઘડિયાળ ભેટ આપવામાં આવ્યાં. જયારે ૦૯ ગ્રામ પંચાયતને 'વ્હાલી દીકરી યોજના' નું ફોર્મ શીટ લોગો, યોજનાકીય સ્ટીકરનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું મહિલા અને બાળવિકાસ અધિકારી શ્રી ડો. જનકસિંહ ગોહિલે જણાવ્યું છે.
વ્હાલી દીકરી યોજના થકી બે લાખની આવક મર્યાદા ધરાવતા તમામ પરિવારની દીકરીને રૂ. એક લાખ, ૧૦ હજારનો લાભ મળે તે માટે હેલ્થ વિભાગ સાથે સંકલનમાં રહી મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં પાત્રતા ધરાવતા પરિવારની ૧૯,૮૨૯ બાળકીઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.
આ યોજનામાં દીકરીને ત્રણ હપ્તામાં સહાય આપવામાં આવે છે. પ્રથમ હપ્તો દીકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. ૪૦૦૦, બીજો હપ્તો દીકરીને નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૬૦૦૦ તેમજ છેલ્લો હપ્તો દીકરી ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ રૂ. ૧,૦૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ મેળવવા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતમાં, તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીમાં જિલ્લા કક્ષાએ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી,રાજકોટ ખાતે અરજી કરવા શ્રી ગોહિલે માહિતી આપતાં જણાવ્યું છે.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ થકી દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી સાચા અર્થમાં પરિવાર અને દેશને ગૌરવ અપાવી દીકરા-દીકરી એક સમાનની વિભાવના સાર્થક કરી રહી છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.