બોટાદ શ્રી દિગમ્બર જૈન સ્વા.મંદિર નો"69"મો પ્રતિષ્ઠા દિવસ ભવ્ય રીતે ઉજવાયો - At This Time

બોટાદ શ્રી દિગમ્બર જૈન સ્વા.મંદિર નો”69″મો પ્રતિષ્ઠા દિવસ ભવ્ય રીતે ઉજવાયો


બોટાદ શ્રી દિગમ્બર જૈન સ્વા.મંદિર નો"69"મો પ્રતિષ્ઠા દિવસ ભવ્ય રીતે ઉજવાયો

સોનગઢ ના સંત પરમ પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી કરકમળે પ્રતિષ્ઠીત શ્રી શ્રેયાંસનાથ દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ ની પ્રતિષ્ઠા વિક્રમ સંવત-2010 વૈશાખ વદ-સાતમ, સને:-1954-ચોવીશ- મે- ના રોજ વેદિ પ્રતિષ્ઠા આજ થી 68-વષઁ પૂવઁ થયેલ, તે જિનમંદિર નો ત્રિદિવસીય મંગલ મહોત્સવ સહ "અધ્યાત્મ રત્નત્ર તત્ત્વજ્ઞાન શિબિર" નું સુંદર આયોજન કરેલ, આ ત્રણ દિવસ શ્રી પંચ પરમેષ્ઠી મંડલ વિધાન પુજા,ભવ્ય રથયાત્રા, સુવર્ણ તથા રજત કળશ થી જિનેન્દ્ર અભીષેક તથા ગગનચુંબી શીખર અને ઘુમટ ઉપર વીર શાસન નો કેસરી ધમઁ ધ્વજા આરોહણ કરવામાં આવેલ અને સહુ ભક્તોએ ઉત્સાહથી પૂજા ભકિત કરેલ અને બોટાદ ના રાજ માગઁ ઉપર જિનેન્દ્ર રથયાત્રા વાજતે ગાજતે ફરેલ સખ્ત ગરમી હોવા છંતા આબાળ ગોપાલ સહુ કોઈએ તીર્થંકર શ્રીમહાવીર પ્રભુની ભકિત ના રંગમાં રંગાઈ ગયેલા ત્રણેય દિવસ વાંકાનેર થી પધારેલ પંડિત શ્રીનિતીનભાઈ શેઠ શિબિર સંચાલન કરેલ અને કહાનગુરુ ધમઁ પ્રભાવના તલે તત્ત્વજ્ઞાન ની સાચી સમજણ આપેલ તથા આ મહોત્સવમાં સંઘજમણ તથા ચોવિહાર ની ઉત્તમ વ્યવસ્થા કરેલ અને જિન મંદિર રોજ રંગોળી તથા ભવ્ય રીતે શણગારવા માં આવેલ હતુ

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.