કેદારનાથમાં હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ:હેલિપેડ પર ઊતરતાં પહેલાં હવામાં 8 વખત ફંગોળાયું; પાઇલટની સમજદારીથી 7 લોકોના જીવ બચ્યા
શુક્રવારે સવારે કેદારનાથ ધામમાં હેલિકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર પાઇલટ અને 6 મુસાફર સુરક્ષિત છે. આ મુસાફરો સિરસી હેલિપેડથી કેદારનાથ ધામનાં દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યાર બાદ હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. હેલિપેડ પર ઊતરતાં પહેલાં એ હવામાં ફંગોળાવા લાગ્યું હતું. આ પછી તેનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. DGCAએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવારે જણાવ્યું કે આ હેલિકોપ્ટર ક્રેટન એવિએશન કંપનીનું છે. તે હેલિપેડથી લગભગ 100 મીટર પહેલાં હવામાં ફંગોળાવા લાગ્યું. કેપ્ટન કલ્પેશ હેલિકોપ્ટર ઉડાડી રહ્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને મુસાફરોની મદદ કરી અને તેમને મંદિર સુધી લઈ ગયા હતા. તમિલનાડુના છ ભક્તો - શિવાજી, ઉલ્લુબંકટ ચલમ, મહેશ્વરી, સુંદરા રાજ, સુમાથી, મયુર બાગવાની હેલિકોપ્ટરમાં સવાર હતા. નવ લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે
10 મેથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં કુલ 9 લાખ 61 હજાર 302 શ્રદ્ધાળુઓએ ચારધામનાં દર્શન કર્યાં છે. જેમાં 4 લાખ 24 હજાર 242 શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામનાં દર્શન માટે આવ્યા હતા. એક લાખ 96 હજાર 937 શ્રદ્ધાળુઓએ બદ્રીનાથ ધામનાં દર્શન કર્યા છે. એક લાખ 63 હજાર 191 ભક્તોએ ગંગોત્રીનાં દર્શન કર્યા છે. એક લાખ 76 હજાર 993 શ્રદ્ધાળુઓએ યમુનોત્રી ધામનાં દર્શન કર્યા છે. 23 મેના રોજ એક દિવસમાં 75,569 ભક્તોએ ચારેય ધામોનાં દર્શન કર્યા હતા. ચારધામ યાત્રાના 12 દિવસમાં 49 શ્રદ્ધાળુઓનાં મોત
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા દરમિયાન 12 દિવસમાં (23 મે સુધી) 49 લોકોના મોત થયા છે. આમાં મોટાભાગના ભક્તો એવા છે જેઓ કોઈ ને કોઈ રોગથી પીડિત હતા. આ આંકડા સ્ટેટ ઈમર્જન્સી કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તેમાંથી સૌથી વધુ 23 મોત કેદારનાથ ધામમાં થયાં છે. આ પછી યમનોત્રી ધામમાં 12 અને બદ્રીનાથ ધામમાં 11 ભક્તોનાં મોત થયાં છે. એ જ રીતે ગંગોત્રી ધામમાં અત્યાર સુધીમાં ત્રણ ભક્તોનાં મોત થયાં છે. ઓફલાઈન રજિસ્ટ્રેશન 31મી મે સુધી બંધ
મુસાફરોની સંખ્યા વધુ હોવાને કારણે મુખ્યમંત્રીની સૂચનાથી 31 મે સુધી ઓફલાઈન રજિસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે રજિસ્ટ્રેશન વગર મુસાફરી કરવા આવતા મુસાફરો હવે પરેશાન બન્યા છે. ગુરુવારે 300થી વધુ શ્રદ્ધાળુઓ હરિદ્વારમાં સિટી મેજિસ્ટ્રેટ ઓફિસ પહોંચ્યા હતા. તેઓ મુસાફરીની મંજૂરી માંગી રહ્યા હતા. તેમનું કહેવું છે કે તેઓ ચારધામ યાત્રા કર્યા વિના પાછા નહીં જાય. જો કે ભીડને જોતા વહીવટીતંત્ર સખ્તાઈ દાખવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ચારધામ યાત્રા પર મોનિટરિંગ શરૂ કર્યું છે
હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા પર નજર રાખવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને ચારધામ યાત્રા દરમિયાનની વ્યવસ્થા અંગે દૈનિક અહેવાલ આપવા જણાવ્યું છે.ખરેખરમાં, યાત્રાની શરૂઆતથી જ ચારેય ધામોમાં ભીડનું સંચાલન સરકાર માટે એક પડકાર છે. મુસાફરો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાયા હતા અને દર્શન માટે પણ લાંબી લાઈનોમાં રાહ જોવી પડી હતી. ચારધામ યાત્રાને લઈને કેન્દ્ર સરકારને અનેક પ્રકારના ફીડબેક મળી રહ્યા હતા. જે પછી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ચારધામ યાત્રા પર મોનિટરિંગ શરૂ કર્યું છે. આ સમાચાર પણ વાંચો...
ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 49 શ્રદ્ધાળુઓનાં મોત: ભીડ વધવાને કારણે વ્યવસ્થા ખોરવાઈ, વહીવટીતંત્રની અપીલ - ભક્તોએ નોંધણી વગર યાત્રા ન કરવી જો તમે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા જવાનું વિચારી રહ્યા છો, તો તેને થોડા દિવસો માટે મુલતવી રાખો, કારણ કે ભીડને કારણે વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે. મુસાફરો રજિસ્ટ્રેશન વગર આવતા હોવાથી આ સ્થિતિ સર્જાઈ હતી. વહીવટીતંત્રે બુધવારથી કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. વ્યવસ્થા સુધારવા માટે સચિવ સ્તરના અધિકારીઓ પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં 2 લાખ 76 હજાર 416 શ્રદ્ધાળુઓ ચારધામનાં દર્શન કરી ચૂક્યા છે. ચારધામ યાત્રા શરૂઃ પ્રથમ દિવસે રેકોર્ડ 32 હજાર શ્રદ્ધાળુઓએ કેદારનાથની મુલાકાત લીધી ઉત્તરાખંડની ચારધામ યાત્રા 10મી મેથી શરૂ થઈ છે. કેદારનાથના દરવાજા સવારે 6:55 વાગ્યે અને યમુનોત્રીના દરવાજા સવારે 10:29 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. ગંગોત્રી ધામના દરવાજા 12:25 કલાકે ખોલવામાં આવ્યા હતા. જ્યારે બદ્રીનાથ મંદિરમાં 12 મેથી દર્શન શરૂ થયાં હતાં. કેદારનાથના દરવાજા ખૂલ્યા બાદ સીએમ પુષ્કર સિંહ ધામી તેમની પત્ની સાથે દર્શન માટે પહોંચ્યા હતા. હજારો લોકોની ભીડને કારણે પહેલા જ દિવસે અહીં અફરાતફરી જોવા મળી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.