પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોરના અધ્યક્ષ સ્થાને હારીજ તાલુકાના ગોવના ગામે સેવા સેતુ યોજાયો
પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોરના અધ્યક્ષ સ્થાને હારીજ તાલુકાના ગોવના ગામે સેવા સેતુ યોજાયો
સેવા સેતુના આયોજનથી લોકોની સમસ્યાઓનું ઘર આંગણે સમાધાન આવ્યું છે: પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર
૧૪ ગામના અરજદારોની ૨૯૪૪ અરજીઓનો હકારાત્મકતા સાથે નિકાલ કરાયો
હારીજ તાલુકાના ગોવના ગામે ૫ ઓક્ટોબરને શનિવારના રોજ પૂર્વ કેબિનેટમંત્રી દિલીપભાઈ ઠાકોરના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આજુબાજુના ૧૪ ગામડાઓને આવરી લેવામાં આવ્યા હતા. સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા. વિવિધ યોજનાના અરજદારોની આવેલ ૨૯૪૪ અરજીઓનો સ્થળ પર હકારાત્મક અભિગમ સાથે નિકાલ કરવામાં આવ્યો હતો.
પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોરે સરકારની લોકોપયોગી સેવાઓ લોકોના ઘર આંગણે પહોંચી છે ત્યારે સેતુ કાર્યક્રમનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સેવા સેતુના દસમા તબક્કાના આયોજન બદલ રાજ્ય સરકાર અને વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે આવા આયોજનથી લોકોની મુશ્કેલીઓ અને તકલીફોનું નિરાકરણ આવ્યું છે. લોકોને જે કામ માટે ધક્કા ખાવા પડતા હતા એ કામ હવે ઘર આંગણે થવા લાગ્યું છે.
સેવા સેતુ અંતર્ગત તાલુકા કક્ષાએ કરવામાં આવતી વિવિધ કામગીરીઓ ગ્રામ્ય કક્ષાએ એક જ સ્થળે કરવામાં આવી હતી.જેમાં આધારકાર્ડ ને લગતા સુધારા વધારા, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, નવીન જનધન ખાતું ખોલાવવું, જાતિ આવક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, કસ્તુરબા પોષણ યોજના, પી એમ જે વાય કાર્ડ કામગીરી, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, જીવન જ્યોતી યોજના, હેલ્થ વેલનેસ કાર્ડ, ડાયાબિટીસ અને બીપી ની ચકાસણી, રેશન કાર્ડમાં નામ દાખલ કરવુ- સુધારો કરવો, જેવી અનેકવિધ સેવાઓ ગામડામાં ઘર આંગણે મળે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
જેમાં દાતરવાડા, સોઢવ, જસોમાવ, અરીઠા, બુડા, પલોલી, જમણપુર સહિતના ૧૪ જેટલા ગામડાના લોકોએ સરકારના વિવિધ ૧૩ જેટલા વિભાગોની ૫૫ જેટલી સેવાઓનો વિવિધ પ્રકારે લાભ મેળવવા ૨૯૪૪ જેટલી અરજીઓ આવી હતી. જેનો સંબધિત અધિકારીઓ દ્વારા સ્થળ પર જ હકારાત્મકતા સાથે નિકાલ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ.અનિલ રામાનુજ પાટણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.