ભારતીયો પર બોસ્ટન ગ્રૂપનો રિપોર્ટ:અમેરિકામાં પહેલીવાર ટોપ 50માંથી 35 કોલેજના પ્રિન્સિપાલ ભારતીય - At This Time

ભારતીયો પર બોસ્ટન ગ્રૂપનો રિપોર્ટ:અમેરિકામાં પહેલીવાર ટોપ 50માંથી 35 કોલેજના પ્રિન્સિપાલ ભારતીય


અમેરિકામાં ભારતીયોનું વર્ચસ્વ દરેક ક્ષેત્રમાં વધી રહ્યું છે. પ્રથમ વખત અમેરિકાની ટોચની 50 કોલેજોમાંથી 35માં ભારતીય મૂળના પ્રિન્સિપાલ છે. આ કોલેજોમાં સ્ટેનફોર્ડ, પેન, પેન્સિલ્વેનિયા અને ટફ્સ સામેલ છે. હાયર એજ્યુકેશનમાં 25 હજાર ભારતીય ફેકલ્ટી મેમ્બર છે. આ કોઈ પણ પ્રવાસી જૂથમાં સૌથી વધુ છે. અમેરિકામાં 80% ભારતીયો પાસે સ્નાતકની ડિગ્રી છે જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 36% છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ દ્વારા ભારતીયો પર હાથ ધરાયેલા અભ્યાસમાં આ હકીકતો સામે આવી છે. આ રિપોર્ટ રાષ્ટ્રપતિ જો બાઈડેનને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ, ભારતીયોએ આઈટી સેક્ટરમાં પરંપરાગત પ્રભુત્વ બાદ હવે શિક્ષણ જગતમાં સૌથી વધુ સ્થાન બનાવી રહ્યા છે. દર વર્ષે 2 લાખ 70 હજાર ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ માટે આવી રહ્યા છે, જે કોઈ પણ ઈમિગ્રન્ટ્સમાં સૌથી વધુ છે. રાષ્ટ્રપતિ બાઈડેના પ્રશાસનમાં 150 ભારતીયો મહત્ત્વના હોદ્દા પર છે. જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર દરમિયાન 100થી ઓછા ભારતીયો મહત્ત્વના હોદ્દા પર હતા. ફોર્ચ્યુન 500 કંપનીઓમાં 16 સીઈઓ ભારતીય
ફોર્ચ્યુન 500 કંપનીઓમાંથી 16 મોટી કંપનીઓના સીઈઓ ભારતીય છે. તેમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને વર્ટેક્સના રેશ્મા કેવલરમાનીનો સમાવેશ થાય છે. અમેરિકામાં 648 યુનિકોર્નમાંથી 72ની સ્થાપના ભારતીયોએ કરી છે. આ 72 યુનિકોર્નની કુલ સંપત્તિ 16.5 લાખ કરોડ રૂપિયા છે. વર્ષે 16 કરોડ રૂપિયા દાનમાં આપ્યા
ભારતીય પરિવારો વર્ષે 16 કરોડ હજાર રૂપિયા પરોપકારી કાર્યમાં દાન કરે છે. છેલ્લાં 8 વર્ષમાં ભારતીયોએ અમેરિકાની 12 નાની-મોટી યુનિવર્સિટીઓને ખાનગી ક્ષમતામાં 25,000 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.