યોગ બોર્ડ સાથે સંકળાયેલ યોગ કોર્ડીનેટર, કોચ તથા ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ એનાયત કરાશે - At This Time

યોગ બોર્ડ સાથે સંકળાયેલ યોગ કોર્ડીનેટર, કોચ તથા ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ એનાયત કરાશે


યોગ બોર્ડ સાથે સંકળાયેલ યોગ કોર્ડીનેટર, કોચ તથા ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ‘ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ’ એનાયત કરાશે

ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ મેળવવા ઇચ્છતા લોકોએ પોતાની પ્રોફાઇલ સાથે અરજી કરવાની રહેશે: અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૦ માર્ચ

રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલ યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ‘ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ’ આપવાનું નક્કી કરાયું છે. આ એવોર્ડ મેળવવા માટે અમુક નિયત કરેલા નિયમો સાથે અરજી કરવાની રહેશે.
જે અંતર્ગત અરજી કરતી વખતે વ્યક્તિએ યોગના ક્ષેત્રમાં ઓછાંમાં ઓછાં ત્રણ વર્ષ યોગદાન આપેલું હોવું જોઈએ અને યોગ કોચ/યોગ ટ્રેનર તરીકેનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. કોઇપણ વયજૂથના વ્યક્તિ અરજી કરી શકે છે. એવોર્ડ માટે સત્ય અને અપડેટ કરેલી પ્રોફાઈલ(બાયોડેટા) પૂરાવા રજુ કરવાના રહેશે. અરજી કરતી વખતે નામ, ફોટો, સરનામું, અને ફોન નંબર સહિતની વિગતો અને છેલ્લા ત્રણ વર્ષમાં કરેલા કાર્યના ફોટા સાથેના નક્કર પૂરાવાઓ તેમજ વધુમાં વધુ પાંચ પાનાના પુરાવા સાથેનો એક પેજનો બાયોડેટા સાથેની અરજી તા.૧૦ માર્ચ ૨૦૨૩ના રોજ બપોરે 12:૦૦ વાગ્યા સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી, A/S-૧૩ જિલ્લા સેવા સદન, ખસ રોડ ખાતે બે નકલમાં રૂબરૂ આપવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહિ, જેની ખાસ નોંધ લેવી. વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીનો રૂબરૂ સંપર્ક કરવો તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.