5 ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવાની ધમકી:તેમાંથી 4 વિમાને ભારતથી ઉડાન ભરી હતી, શિકાગો જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ કેનેડા ડાઇવર્ટ; એક જ વ્યક્તિએ આપી ધમકી - At This Time

5 ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવાની ધમકી:તેમાંથી 4 વિમાને ભારતથી ઉડાન ભરી હતી, શિકાગો જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ કેનેડા ડાઇવર્ટ; એક જ વ્યક્તિએ આપી ધમકી


મંગળવારે 5 ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ મળી હતી. જેમાંથી 4 ફ્લાઈટએ ભારતમાંથી ઉડાન ભરી હતી. એર ઈન્ડિયાની દિલ્હીથી શિકાગો જતી ફ્લાઈટને પણ ધમકી મળી હતી. ત્યાર બાદ તેને કેનેડા ડાયવર્ટ કરવામાં આવી હતી. પ્લેન કેનેડાના ઈક્લુઈટ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. અહીં મુસાફરો અને તેમના સામાનની તપાસ કરવામાં આવી છે. ફ્લાઈટ 24 રડાર મુજબ, વિમાને આજે સવારે 3 વાગ્યે દિલ્હીથી ટેકઓફ કર્યું હતું અને સાંજે 4:30 વાગ્યે શિકાગો પહોંચવાનું હતું. દિવસભરમાં 5 ફ્લાઈટને ધમકી મળતા સુરક્ષા એજન્સીઓએ ઘણા એરપોર્ટ પર આતંકવાદી વિરોધી કવાયત હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે તમામ ધમકીઓ એક જ વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપવામાં આવી હતી. જેના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, બાદમાં આ ધમકીઓ ખોટી હોવાનું બહાર આવ્યું હતું. તસવીરોમાં જુઓ એરપોર્ટની હાલત... સાત દિવસમાં ત્રીજી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
આ પહેલાં 9 ઓક્ટોબરના રોજ લંડનથી દિલ્હી જઈ રહેલી વિસ્તારા એરલાઈનની ફ્લાઈટ UK18માં બોમ્બ હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. ફ્લાઈટના દિલ્હી પહોંચવાના લગભગ 3.5 કલાક પહેલાં એક પેસેન્જરે પ્લેનના ટોઈલેટમાં ધમકીભર્યું ટિસ્યૂપેપર જોયું. તેણે ક્રૂ-મેમ્બરને જાણ કરી. ફ્લાઇટ દિલ્હીમાં ઊતરી અને એને આઇસોલેશન-બેમાં લઈ જવામાં આવી, જ્યાં તમામ મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવી. જોકે બોમ્બ જેવું કંઈ મળ્યું નથી. આ પછી એ વાતને લઈને સવાલો ઊભા થયા હતા કે બોમ્બની માહિતી મળવા છતાં સાડા 3 કલાક સુધી વિમાન હવામાં ઊડતું રહ્યું. પોલીસે ક્રૂ-મેમ્બર્સને પૂછપરછ કરી કે બોમ્બની માહિતી હોવા છતાં પ્લેનને દિલ્હી સુધી કેમ લાવવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.