પોરબંદરના સીંગરનું વધુ એક આલ્બમ થશે રિલીઝ
પવિત્ર શ્રાવણ મહિનો આવી રહ્યો છે ત્યારે ભક્તિભાવ અને ઉલ્લાસના આ મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણ અને મહાદેવની પરમ આરાધના થાય છે, શ્રાવણ મહિનાની આઠમ એટલે કૃષ્ણ જન્મોત્સવ. આપણે સહુ હર્ષ અને ઉમંગથી ઉજવી રહ્યા છીએ. ત્યારે શ્રાવણ મહિનાના આગમન પહેલા જ ભગવાન શ્રીકૃષ્ણનું સ્વાગત કરતુ ગીત 'કાના સાંભળજે મારી વાતો મને મેલીને દૂર ના જાતો' આ સરસ મજાનું કીર્તન પોરબંદરના જાણીતા સિંગર હેતલબેન થાનકીના અવાજમાં આવી રહ્યું છે. આ આલ્બમ સોંગ 'ગુજરાતી કલાકાર' ઓફિસીયલ ચેનલમાં ૧૦- ૭-૨૦૨૪ ના રીલીઝ થશે. આજના નવા યુગને મા યશોદાની લાગણી અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ દર્શાવતું આ ગીત રાણા રોજીવાડાના વનિતાબેન ભોગાયતાએ લખેલું છે. તેનું રેકોર્ડિંગ અમદાવાદ રાહુલ નાડીયા, રવિ નાડીયા આર-૨ સ્ટુડિયોમાં થયેલુ છે. અને હેતલબેનનું દસ દિવસ પહેલા એક આલ્બમ રિલીઝ થયેલુ હતુ. 'ધીરે ધીરે જમાનો બદલાયો' તેમના ઇન્સ્ટાગ્રામ વ્યુ એક મિલીયનથી પણ વધારે થયા છે તો આ ગીતને પણ તમે ખૂબ પ્રતિસાદ આપો તેવી હેતલબેનને આશા છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.