વડોદરા: સાવલીની કુણ નદીમાં લાપતા યુવકનો મૃતદેહ મળી આવ્યો
વડોદરા,તા.08 ઓગષ્ટ 2022,સોમવારવડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ઉદલપુર પાસેથી પસાર થતી કુણ નદીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં લાપતા યુવકની શોધખોળ અંગે વડોદરા ફાયર બ્રિગેડ આજે સતત બીજા દિવસે કામગીરી હાથ ધરતા મૃતદેહ મળી આવ્યો હતો. ગઈકાલે રાત્રે સાવલી તાલુકાના વચેસરના સરપંચ ઝાહીરઅલીને જાણવા મળ્યું હતું કે, ગામનો યુવક ઉદલપુર પાસેથી પસાર થતી કુણ નદીમાં પાણીના પ્રવાહ વચ્ચે તણાઈ જતા લાપતા થયો છે. જેથી તેઓએ પોલીસ અને ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરતા પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પરંતુ અંધકારના પગલે કામગીરી અનુકૂળ ના હોય આજે બીજા દિવસે વડોદરા ફાયર બ્રિગેડે નદીમાં લાપતા યુવકની શોધખોળ હાથ ધરી હતી. અને એક કલાકની જહેમત બાદ આખરે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવક વચેસર ગામનો 20 વર્ષીય અયાન મકરાણી હોવાનું બહાર આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.