દાંતા ત્રીશુળીયાઘાટમાં થયેલ લુંટ તેમજ ચેનસ્નેચીંગનો ભેદ ઉકેલી એક ઈસમને લુટની એકટીવા તથા મોબાઈલ સાથે પકડી પાડતી દાંતા તથા એલ.સી.બી તથા નેત્રમ, બનાસકાંઠા પોલીસ. - At This Time

દાંતા ત્રીશુળીયાઘાટમાં થયેલ લુંટ તેમજ ચેનસ્નેચીંગનો ભેદ ઉકેલી એક ઈસમને લુટની એકટીવા તથા મોબાઈલ સાથે પકડી પાડતી દાંતા તથા એલ.સી.બી તથા નેત્રમ, બનાસકાંઠા પોલીસ.


દાંતા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૫૨૪૦૨૯૭/૨૦૨૪ BNS કલમ ૩૦૯(૪),૫૪ મુજબના ગુનો તા.૧૭/૦૭/૨૦૨૪ ના રોજ દાખલ કરવામાં આવેલ જેમાં આ ગુનામાં તહોમતદારોએ ત્રિશુળીયા ઘાટ ચડતા ફરી.ના એકટીવા પાછળ મોટર સાયકલથી પીછો કરી ત્રીશુળીયા ઘાટ ઉપર જતા આરોપીઓનુ મો.સા. ફરી.ના એકટીવા આગળ આડુ કરી એકટીવા ઉભુ રાખાવી પથ્થર મારી ફરી.ના ડાબા હાથે સામાન્ય ઈજા કરી મો.સા. ઉપરના બે અજાણ્યા ઈસમો મો.સા. ઉપરથી ઉતરી ફરીનુ કાળા કલરનુ એકટીવા જેનો નંબર GJ-08-DH-3888 નંબર-JK15EW5777507 ચેચસ નંબર-ME4JK156FRW777614 રૂપિયા-૬૦,૦૦૦/-નુ તથા ઓપો કંપનીનો A-54 મોડલનો મોબાઈલ ફોન કિં.રૂ.૫૦૦૦/નો મળી કુલ રૂપિયા- ૬૫,૦૦૦/-ના મુદ્દામાલની બળજબરીથી | લુંટ કરેલ અને બે બે । અજાણ્યા ઈસમો વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનાની તપાસ દાંતા પો.સ્ટે પો.સ.ઈ એલ.જી.દેસાઈ નાઓએ સંભાળેલ તેમજ ઉપરોકત ગુના પૈકી દાંતા પોસ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૫૨૪૦૨૯૯/૨૦૨૪ ભારતીય ન્યાય સહીતા અધિનીયમ ૨૦૨૩ ની કલમ ૩૦૪,૫૪ મુજબનો તા.૧૮/૦૭/૨૦૨૪ ના રોજ ગુનો દાખલ થયેલ જે ગુનાના કામે અજાણ્યા બે ઇસમોએ દાંતા ટાઉનમાંથી ફરીયાદી બહેનના મોર્નીંગ વોક દરમ્યાન ગળામાં પહેરેલ સોનાનો દોરો બે તોલાનો કિંમત રૂ.૧૨૮૦૩/- નો લઈ ભાગી ગયેલ તેની પણ લુંટના ગુનામા પકડાયેલ આરોપી કબુલાત કરતો હોઈ જે ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી એલ.જી.દેસાઈ નાઓ કરે છે.

આ ગુનાના કામે આઈ.જી.પી બોડર રેન્જ શ્રી ચીરાગ કોરડીયા, તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક

બનાસકાંઠા તથા શ્રી ડો.જે.જે.ગામીત, વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર તથા સર્કલ પો.ઈન્સ પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ આ કામના આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવાની સુચના કરતાં, દાંતા પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. શ્રી એલ.જી.દેસાઈ, તથા તેમની ટીમે દાંતા થી અંબાજી સુધીના સી.સી.ટી.વી કેમેરા તથા નેત્રમ પો.સબ.ઈન્સ., શ્રી કે.ડી.રાજપુત, નાઓની મદદથી સી.સી.ટી.વી કેમેરા તથા કોલ ડીટેઈલ તથા ખાનગી બાતમીદાર મારફતે મુખ્ય આરોપી લીમ્બાભાઈ કાળાભાઈ જાતે.અંગારી ઉ.વ.ર૧ ધંધો.મજુરી રહે.નીચલી કયારાફળી મીનતળેટી જાંબુડી તા.આબુરોડ જી.શીરોહી (રાજસ્થાન)નાઓને ખાનગી હકિકત આધારે અંબાજી ખાતે આવવાનો હોય જે હકિકતથી વોચ રાખી તેને તા.૨૧/૦૭/૨૦૨૪ ના રોજ અંબાજી ખાતેથી ઝડપી પાડેલ અને તેને અટક કરી તપાસ કરતાં તપાસમાં લુટમાં ગયેલ એકટીવા નંબર GJ- 08-DH-3888 કિંમત રૂપિયા-૬૦,૦૦૦/- તથા ઓપો કંપનીનો A-54 કિં.રૂ.૫૦૦૦/- તથા લુટમાં વપરાયેલ બાઈક કી.રૂ ૫૦,૦૦૦/- તથા આરોપીએ અગાઉ ચોરી કરેલ વી.વો કંપનીનો ફોન કી.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૦,૦૦૦/- નો મુદામાલ રીકવરી કરવામાં આવેલ છે તથા બીજા આરોપી સાયબાભાઈ બાબુભાઈ અંગારી રહે. ઉપલી કયારાફળી મીનતળેટી જાંબુડી તા.આબુરોડ જી.શીરોહી (રાજસ્થાન) વાળાની તપાસ ચાલુમાં છે અને આ ગુનાના કામે દાંતા પોલીસ તથા એલ.સી.બી ટીમ પાલનપુર તથા પાલનપુર નેત્રમ ટીમ સાથે મળીને કામગીરી કરવામાં આવેલ છે.

*પકડાયેલ આરોપી*

(1) લીમ્બાભાઈ કાળાભાઈ જાતે.અંગારી ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે.નીચલી ક્યારાફળી મીનતળેટી જાંબુડી

તા.આબુરોડ જી.શીરોહી (રાજસ્થાન)

પકડવાના બાકી આરોપી (૨) સાયબાભાઈ બાબુભાઈ અંગારી રહે. ઉપલી કયારાફળી મીનતળેટી જાંબુડી

તા.આબુરોડ જી.શીરોહી (રાજસ્થાન)

રીકવર કરેલ મુદામાલ

લુટમાં ગયેલ એકટીવા નંબર GJ-08-DH-3888 કિંમત રૂપિયા-૬૦,૦૦૦/- તથા ઓપો કંપનીનો A-54 કિ.રૂ.૫૦૦૦/- તથા લુટમાં વપરાયેલ બાઈક કી.રૂ ૫૦,૦૦૦/- તથા આરોપીએ અગાઉ ચોરી કરેલ વી.વો

કંપનીનો ફોન કી.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૦,૦૦૦/- નો મુદામાલ રીકવરી કરવામાં આવેલ છે.

ડીટેકટ થયેલ ગૂના

(૧)દાંતા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૫૨૪૦૨૯૭/૨૦૨૪ BNS કલમ ૩૦૯(૪),૫૪ મુજબ

(દાંતા ત્રીસુળીયા ઘાટ ખાતે થયેલ હાઇવે લુંટ)

(ર)દાંતા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૫૨૪૦૨૯૯/૨૦૨૪ BNS કલમ ૩૦૪,૫૪ મુજબ

(દાંતા ટાઉન ખાતે થયેલ ચેન સ્નેચીંગ)

આરોપીનો ગુનાહીત ઇતિહાસ

બાયબાભાઈ બાબુભાઈ અંગારી રહે. ઉપલી ક્યારાફળી મીનતળેટી જાંબુડી તા.આબુરોડ જી.શીરોહી

(રાજસ્થાન) વિરૂધ્ધમાં

(૧) દાંતા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૫૨૪૦૨૯૭/૨૦૨૪ BNS કલમ ૩૦૯(૪),૫૪ મુજબ (ર) દાંતા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૭૫૨૪૦૨૯૯/૨૦૨૪ BNS કલમ ૩૦૪,૫૪ મુજબ (૩)અંબાજી પોલીસ સ્ટેશનમાં પાર્ટ -એ ગુ.ર.નંબર-૧૧૧૯૫૦૦રર૪૦૦૩૫/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ

> *કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત*
એલ.જી.દેસાઈ,પો.સબઈન્સ.દાતા કે.ડી.રાજપુત,પો.સબ.ઈન્સ.નેત્રમ
વિક્રમભાઈ,હેડ કોન્સ., દાંતા
દીનેશભાઈ,હેડ કોન્સ., દાંતા
પુજાભાઈ, હેડકોન્સ.,એલ.સી.બી ઈશ્વરભાઈ,પો.કોન્સ.એલ.સી.બી
યોગેન્દ્રસીંહ,પો.કોન્સ., દાંતા
ભરતભાઈ,પો.કોન્સ., દાંતા
જગદીશસીહ,પો.કોન્સ., દાંતા

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.