વર્લ્ડ ઝુનોસીસ ડે નીમીતે સમસ્ત મહાજન તથા એનીમલ હેલ્પલાઇનનાં સંયુકત ઉપક્રમે, પશુ—પક્ષીઓ માટેનો નિઃશુલ્ક, મેગા, સર્વરોગ નિદાન તેમજ સારવારનો કેમ્પ યોજાયો 103 પશુ, પક્ષીઓને સારવારનો લાભ મળ્યો - At This Time

વર્લ્ડ ઝુનોસીસ ડે નીમીતે સમસ્ત મહાજન તથા એનીમલ હેલ્પલાઇનનાં સંયુકત ઉપક્રમે, પશુ—પક્ષીઓ માટેનો નિઃશુલ્ક, મેગા, સર્વરોગ નિદાન તેમજ સારવારનો કેમ્પ યોજાયો 103 પશુ, પક્ષીઓને સારવારનો લાભ મળ્યો


વર્લ્ડ ઝુનોસીસ ડે નીમીતે સમસ્ત મહાજન તથા એનીમલ હેલ્પલાઇનનાં સંયુકત ઉપક્રમે, પશુ—પક્ષીઓ માટેનો નિઃશુલ્ક, મેગા, સર્વરોગ નિદાન તેમજ સારવારનો કેમ્પ યોજાયો

103 પશુ, પક્ષીઓને સારવારનો લાભ મળ્યો

રાજકોટ દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપનાં સથવારે, રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી વૈશ્વિક સ્તરે જળ,જન, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા 'સમસ્ત મહાજન' નાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિીયાનાં સભ્ય ડૉ. ગીરીશભાઈ શાહ તથા ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા 'શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટ' દ્વારા 'વર્લ્ડ ઝુનોસીસ ડે' નિમિતે પશુ-પક્ષીઓ માટેના મેગા, નિઃશુલ્ક, સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પ, ચર્મ ચિકિત્સા—દંત ચિકિત્સા તેમજ આંખના રોગોના સારવાર કેમ્પ અને શ્વાનોને વિનામુલ્યે હડકવાનું રસીકરણ, કૃમિનાશક તેમજ અન્ય સારવારના કેમ્પનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું.એનીમલ હેલ્પલાઇનનાં ડો. નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા, ડો. રવી માલવીયા, નિષ્ણાત તબીબો ડો. અરવિંદ ગડારા, ડો. અરૂણ ઘીયાડ, ડો. હિરેન વિસાણી તેમજ પંચનાથ એનીમલ હોસ્પીટલનાં ડો. વિવેક કલોલા સહીતની ડોકટર્સની ટીમે પોતાની સેવા આપી હતી. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ ટ્રસ્ટ એસ.પી.સી.એ જીલ્લા વહીવટી તંત્ર,  જિલ્લા પંચાયત પશુપાલન શાખાનાં વરિષ્ઠ ડોકટર્સ ડો. ગોહીલ, ડો. કટારા,ડો.જાકાસણીયા ડો. કુંડારીયા તથા રાજકોટ મહાનગરપાલીકાના ડો. હિરપરા, ડો. ભાવેશ જાકાસણીયા,ડો. ઉપેન્દ્ર પટેલ સહિતના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પમાં પશુ—પક્ષીઓથી મનુષ્યોને તથા મનુષ્યોથી પશુ પક્ષીઓને ફેલાતા રોગોના નિરાકરણ અંગે જનજાગૃતી તેમજ મેડીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આવેલા તમામ પશુ-પક્ષીઓને જનરલ હેલ્થ ચેકઅપ (ફુલ બોડી), શ્વાનોને વિનામૂલ્યે હડકવા વિરોધી રસીકરણ, આંખના દાંતના—ચામડીના રોગોની તેમજ સર્વરોગોનું નિદાન, સારવાર કરવામાં આવ્યું હતું. સર્વરોગની જનરલ સારવાર, મેજર ઓપરેશન ઉપરાંત અન્ય સારવાર પણ કરી આપવામાં આવી હતી. જેમાં ૮૭ શ્વાનો, ૧૫ બિલાડી, ૧ પક્ષી અને ૩ અન્ય પશુઓ એમ કુલ ૧૦૩ પશુ, પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી.આ કેમ્પને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકારના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા રાજકોટનાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા,સમસ્ત મહાજન' નાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિીયાનાં સભ્ય ગીરીશભાઈ શાહ, મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની શુભેચ્છા મળી હતી.
આ જીવદયા કેમ્પને રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા, ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શિતાબેન શાહ, ડી.ડી.ઓ. ડો. નવનાથ ગૌહાણે,રાજકોટ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પશુ પાલન શાખાના વરિષ્ઠ ડૉ.ગોહિલ,પંચનાથ મંદીર તેમજ હોસ્પીટલનાં દેવાંગભાઈ માંકડ, પ્રીતિબેન માંકડ, સદભાવના વૃદ્ધાશ્રમનાં પ્રમુખ વિજયભાઈ ડોબરિયા,શહેર ભાજપ અગ્રણી મનીષભાઈ ભટ્ટ, એડવોકેટ ડૉ. માધવભાઈ દવે, દિલીપભાઈ સખિયા, દિનેશભાઈ પટેલ, આનંદભાઈ અમૃતિયા,  યોગેશભાઈ પાંચાણી, રાજુભાઈ બાલા, અર્હમ યુવા સેવા ગ્રુપનાં સેતુરભાઈ દેસાઈ, વિરાભાઈ હુંબલ, જાણીતા દાતા પુરષોત્તમભાઈ કામાણી, નવજીભાઈ પ્રજાપતિ સહિતનાં અગ્રણીઓએ તેમજ સેવાભાવી કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.કેમ્પને સફળ બનાવવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં સભ્ય ડૉ. ગીરીશભાઈ શાહનાં માર્ગદર્શનમાં કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી,ધીરુભાઇ કાનાબાર,રમેશભાઇ ઠકકર,ઘનશ્યામભાઇ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ગૌરાંગભાઈ ઠકકર, પારસ ભરતભાઈ મહેતા, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ તથા સમસ્ત મહાજનનાં કુમારપાળ શાહ સહીતનાની ટીમ જહેમત ઉઠાવી હતી.અત્રે ઉલેખ્ખનીય છે કે રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી અર્હમ યુવા સેવા ગ્રુપનાં સથવારે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન દ્વારા પશુ, નિ:શુલ્ક પક્ષી સારવાર દવાખાનું શહેરનાં હાર્દ સમા વિસ્તાર તિરુપતિ નગર 1, હનુમાન મઢી ચોક પાસે આવેલ છે પશુ દવાખાનાનો સમય સવારે ૯- ૦૦ થી ૧-૦૦ અને સાંજે ૪-૦૦ થી ૮-૦૦ છે (રવિવાર સિવાય). આ અંગે વધુ માહિતી માટે તેમજ નિ:શુલ્ક પશુ, પક્ષી સારવારની જાણકારી લેવા, નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર કરાવવા માટે મો.7567075680 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.