જસદણના ખરવાવડી ગામની સ્કૂલની પીએમ સ્કૂલ યોજનામાં થઈ પસંદગી
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણનો સર્વાંગી વિકાસ થાય તે સંદર્ભે પી.એમ. સ્કૂલ યોજના અમલમાં મૂકી છે. જે અંતર્ગત જસદણ તાલુકાની ખરવાવડી ગામની ખરવાવડી સ્કૂલની પસંદગી થતાં કલેક્ટર શાળાના નિરીક્ષણ અર્થે દોડી ગયા હતા. આ પીએમ સ્કૂલ યોજના અંતર્ગત પસંદગી પામેલ શાળામાં તમામ પાસની સુવિધા, ગ્રેડેશન વધારવું, તમામ ભૌતિક સુવિધા, સ્કૂલમાં વિકાસના કામો, નવી શિક્ષણનીતિની અમલવારી જેવા તમામ મુદ્દા આવરી લેવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગુજરાત સરકારે રાજકોટ જિલ્લાની કુલ 18 સ્કૂલની પસંદગી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.