ડીસેન્ટ કિડ્સ વર્લ્ડ સ્કૂલ અને હોસ્ટેલ - હિમતનગર - At This Time

ડીસેન્ટ કિડ્સ વર્લ્ડ સ્કૂલ અને હોસ્ટેલ – હિમતનગર


ડીસેન્ટ કિડ્સ વર્લ્ડ સ્કૂલ અને હોસ્ટેલ - હિમતનગર
દ્વારા વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિતે તા : ૨૮-૭-૨૦૨૩ ને શુક્રવારના દિવસે વૃક્ષારોપણ જન – જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સાબરકાંઠાના ACF (Assistant Conservator Of Forest) શ્રી.એચ. કે. પંડ્યા સાહેબ અને FO ( ફોરેસ્ટ ઓફિસર) પ્રજ્ઞાબેન ગોસ્વામી તેમજ શાળાના પ્રતિનિધિ વાલી ગણે હાજરી આપી બાળકોને વૃક્ષોના ગુણો, મહત્વ અને તેની ઉપયોગીતા વિષે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન શ્રીઓએ વૃક્ષોનું પૂજન કરી વૃક્ષારોપણ કર્યું. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય વૃક્ષ – જન જાગૃતિ રેલી કાઢી. જેમાં  શ્રી.એચ. કે. પંડ્યા સાહેબ (ACF) અને પ્રજ્ઞાબેન ગોસ્વામી (FO)એ પણ ભાગ લીધો હતો. શાળાના પ્રત્યેક બાળકને શાળા મેનેજમેન્ટ દ્વારા એક વૃક્ષ ઘરે વાવવા માટે આપવામાં આવ્યું અને તેનું યોગ્ય રીતે જતન કરવાની સમજ પણ આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.