રાજકોટમાં ચોરી કરનાર પરપ્રાંતીય 17.55 લાખની મતા સાથે ઝડપાયા - At This Time

રાજકોટમાં ચોરી કરનાર પરપ્રાંતીય 17.55 લાખની મતા સાથે ઝડપાયા


પ્રેમિકા સાથે પ્રથમ વખત ચોરી કરવા આવ્યો અને ચોર પકડાયો

પ્રેમીયુગલ​​​​​​​ દિવસ દરમિયાન રેકી કરતું, રાત્રે શખ્સ ચોરી કરવા જતો

શહેરના જામનગર રોડ પરની ગાંધી સોસાયટીમાં રહેતા વ્હોરા વેપારી અને તેમના પત્ની વિયેતનામ ફરવા ગયા હતા ત્યારે તેમના બંધ મકાનમાં ખાબકી તસ્કરો સોનાના દાગીના, રોકડ અને વિદેશી ચલણ સહિત લાખોનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા, શહેર પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને મહારાષ્ટ્રના કુખ્યાત તસ્કર અને કર્ણાટકની તેની પરિણીત પ્રેમિકાને પોલીસે ઝડપી લઇ ચોરીની તમામ વસ્તુ સહિત કુલ રૂ.17,55,900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.