શામળાજી-હિંમતનગર- ચિલોડા નેશનલ હાઈવે પરના ખાડા ઓવરબ્રિજ બાજુના સર્વિસ રોડ તાત્કાલિક રીપેર કરવા રજૂઆત - At This Time

શામળાજી-હિંમતનગર- ચિલોડા નેશનલ હાઈવે પરના ખાડા ઓવરબ્રિજ બાજુના સર્વિસ રોડ તાત્કાલિક રીપેર કરવા રજૂઆત


*શામળાજી-હિંમતનગર- ચિલોડા નેશનલ હાઈવે પરના ખાડા ઓવરબ્રિજ બાજુના સર્વિસ રોડ તાત્કાલિક રીપેર કરવા રજૂઆત*

*સાબરકાંઠા અરવલ્લી ના સાસંદ શોભનાબેન બારૈયા એ નેશનલ હાઈવે ઓથોરીટીને લેખિત રજૂઆત કરી*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે 48 પર ઓવરબ્રિજ ઉપરાંત તેની બાજુના સર્વિસ રોડ અને ચિલોડા-હિંમતનગર-શામળાજી રોડ પર ઠેર ઠેર પડેલા ખાડાઓને લઈને સાબરકાંઠા-અરવલ્લીના સાસંદ શોભનાબેન બારૈયાએ નેશનલ હાઈવે ઓથોરીટીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક રીપેર કરવા જણાવ્યું છે.સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયાએ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, રતનપુરથી ચિલોડા તરફ જતો નેશનલ હાઈવે આવેલો છે. આ નેશનલ હાઈવે ઉપર ઓવરબ્રિજ તેમજ બીજી અનેક જગ્યાએ સર્વિસ રોડ પર બહુ મોટા ખાડાઓ પડેલા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી આ બાબતે તાત્કાલિક યુદ્ધના ધોરણે શામળાજીથી હિંમતનગરથી ચિલોડા તરફ આવતા જતા રોડ ઉપર જે જે જગ્યાએ ખાડાઓ પડેલા છે. તે તાત્કાલિક પુરાય તેમજ તાજપુર ફુઈ, મજરા, ગીયોડ, પ્રાંતિજ, હિંમતનગર અને ગાંભોઈ ખાતે બ્રિજની બાજુમાં સર્વિસ રોડો ખુબ ખરાબ હોય તાત્કાલિક રીપેરીંગ કરવા અમદાવાદના PIU નેશનલ હાઈવે ઓથોરીટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરને લેખિત રજૂઆત કરી છે.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.