વિરપુર થી ભાટપુરને જોડતો મુખ્ય રસ્તો મસમોટા ખાડાઓથી ખખડધજ બન્યો…
વિરપુર થી ભાટપુર જોડતા મુખ્ય રસ્તાની ખખડધજ હાલત હોવા છતાં તંત્રની ઉદાસીનતાના કારણે વર્ષોથી મરામત કરવાની માંગ હોવા છતાં મરામત કરાયો નથી. જેથી ઠેરઠેર મસમોટા ખાડાઓ હોવાના કારણે વાહન ચાલકો સહિત મુસાફરોને અકસ્માત થવાનો ભય જણાઈ રહ્યો છે. ત્યારે સત્વરે રસ્તાનું મરામત અને વાઇડનિંગ થાય જનતામાં ઉગ્ર માંગ ઉઠી છે તાલુકાની હદથી 20 થી વધારે ગામડાઓ જોડાયેલા છે. જીવન જરૂરિયાત માટે તેમજ રોજ-બરોજના પોતાના તેમજ સરકારી કામકાજ માટે કચેરીઓ પર જવા માટે મોટા પ્રમાણમાં વાહન વ્યવહાર આ રસ્તા પર થઈ રહ્યો છે.આકસ્મિક કારણોસર સ્થાનિક કક્ષાએથી દવાખાને જવા માટે પણ આ જ રસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આ રસ્તાનું વર્ષોથી સમારકામ કરાયુ નથી. ઠેર ઠેર ફક્ત કાંકરી જ જોવા મળે છે. દિવસભર ચાલતા વાહન વ્યવહારથી ધૂળની ડમરીઓ ઉડતા સ્થાનિકોને તેમજ બાઇક સવારોને પણ નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે વિરપુર થી ભાટપુર રસ્તાનુ સમારકામ કરવામાં આવે તેવી સ્થાનીકોમા ઉગ્ર માંગ ઉઠી છે..
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.