નવી કોર્ટ પાસેથી 19 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બજરંગવાડીનો જલાલમિયાં ઝડપાયો - At This Time

નવી કોર્ટ પાસેથી 19 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બજરંગવાડીનો જલાલમિયાં ઝડપાયો


રાજકોટ શહેરમાં ડ્રગ્સ માફિયાનો એકદમ વધારો થયો છે અને રાજકોટને ઉડતા પંજાબ બનાવી ખાસ યુવાનોને ડ્રગ્સની લત લગાડી દેવાના ઈરાદાથી મેદાને ઉતર્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે શહેર એસઓજીની ટીમ પણ કોઈપણ ભોગે નો ડ્રગડ ઇન રાજકોટના સૂત્ર સાથે આગળ વધી પેડલર પર ઘોંસ બોલાવી રહી છે .
ગઈ મોડી રાતે નવી કોર્ટ પાસેથી 19 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બજરંગવાડીનો જલાલમિયાંને ઝડપી કુલ રૂ.2.50 લાખનો મુદામાલ કબ્જે કરી મોટી કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત મુજબ, શહેર પોલીસ કમિશ્નર જેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડોબ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ ભરત બસિયાએ શહેરમાંથી ડ્રગ્સની બદી દૂર કરવાની આપેલ સૂચનાથી એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એમ.બી.માજીરાણા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં.
ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ ફીરોજ રાઠોડ અને ઇન્દ્રસિંહ જાડેજાને અગાઉ એનડીપીએસના કેસમાં પકડાયેલ જલાલ કાદરી નામનો શખ્સ એક્ટીવા નં જીજે.03.એનસી.9648 લઇ જામનગર રોડ ઉપર નવી કોર્ટ બિલ્ડીંગ પાસેથી નિકળવાનો છે અને તેના કબ્જામાં માદક પદાર્થનો જથ્થો છે તેવી ચોકકસ બાતમી મળતાં સ્ટાફ નવી કોર્ટ તરફ વણાંક લઇ નવી કોર્ટ બિલ્ડીંગની સામેના ભાગે કાચા રસ્તા ઉપર ઉગતા પોરના મેલડીમાં ના મંદીરની સામે દોડી જઇ પીઆઈ એસ.એમ.જાડેજા સહિતનો સ્ટાફ વોચમાં હતો ત્યારે ત્યાંથી પસાર થતી એક એક્ટિવાને અટકાવી ચાલકને તેનું નામ પૂછતાં જલાલમિયાં તાલપમિયા કાદરી (ઉ.વ.51) હોવાનું જણાવ્યું હતું.
બાદમાં એસઓજીના સ્ટાફે આરોપીની તપાસ કરતાં તેને પહેરેલ ટ્રેક પેન્ટના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની કોથળીમાંથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેનો વજન કરતાં 19.52 ગ્રામ રૂ.1.95 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી એમડી ડ્રગ્સ બાઈક અને મોબાઈલ મળી કુલ રૂ.2.50 લાખનો મુદામાલ જપ્ત કરી આરોપી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં સપ્લાય કરવા જવાનો હતો તે અંગે વિશેષ પૂછતાછ એસઓજીની ટીમે હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.