બોટાદની શાળા નં.૨૫ ના શિક્ષકનો વાંચન સુધારવા ઇન્નોવેટીવ પ્રયોગ
(અજય ચૌહાણ દ્વારા)
બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તુલસીનગર વિસ્તારમાં આવેલી શ્રી લાલબહાદુર શાસ્ત્રી શાળા નં.૨૫ ના શિક્ષક શ્રી નટવરભાઈ કણજરિયાએ પોતાના વર્ગનાં બાળકોમાં વાંચનદોષો સુધારવા મોબાઈલના માધ્યમથી સરસ ઇન્નોવેટીવ પ્રયોગ કર્યો હતો.બાળકોને શાળાએથી આવ્યા બાદ ઘરે વાલીઓ વંચાવે અને તેની વીડિયો ક્લિપ શિક્ષકને મોકલે, શિક્ષક આ ક્લિપ આધારે શાળામાં વાંચનદોષ - ઉચ્ચારદોષ સુધારી વાંચનમાં નિપુણ બનાવે. એક માસ સુધી ચાલેલા આ પ્રયોગને ભારે સફળતા મળી હતી.છેલ્લે આ બાળકોનાં વાલીઓને શાળાએ બોલાવી તેમના હસ્તે જ આ બાળકોનું સન્માન કરાવી ઈનામ આપ્યાં હતાં.આચાર્ય શ્રી હરેશભાઈ ભોજકે અને વાલીઓએ શ્રી નટવરભાઈને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.