ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું
ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી તારીખ 9/11/2024 ના રોજ જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે યુદ્ધના ધોરણે સરકાર મગફળી, કપાસ, સોયાબીન વગેરેની ખરીદી શરૂ કરે. હાલ ચોમાસુ પાક એટલે કે મગફળી કપાસ સોયાબીન વગેરે ધાન્ય પાકનું ઉત્પાદન થયેલું હોય. ખેડૂત સેવા સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઇ રાજપરા ના કહ્યા અનુસાર સરકાર દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તેની ખરીદી કરવામાં આવતી નથી જેના થકી બેફામ રીતે માર્કેટિંગ ની અંદર ખેડૂત લૂંટાઈ રહ્યા છે. જે મગફળીના ભાવ સરકારે 1356 નક્કી કર્યા છે પરંતુ મજબૂરીના કારણે માત્ર હજાર રૂપિયા જેવા ભાવમાં વેચવો પડે છે. એક બાજુ શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોય પૈસાની ખેડૂતોને જરૂર હોય તેના કારણે મજબૂરીનો લાભ લઈ આ વેપારીઓ બેફામ રીતે લૂંટ ચલાવી છે. ત્યારે સરકારને યુદ્ધના ધોરણે સરકાર દ્વારા દરેક વિસ્તારની અંદર તાત્કાલિક ચોમાસુ પાકની યુદ્ધના ધોરણે ખરીદી કરવામાં આવે અને ખેડૂતોને પૂરતા ભાવ મળે તે અર્થે ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં ખેડૂત સેવા સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઇ રાજપરા, ભગીરથભાઈ વાલાણી, રોહિતભાઈ બાવળીયા, જયપાલ ભાઈ વાલાણી વગેરે ખેડૂત આગેવાનો હાજર રહ્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.